મોરબી: હળવદમાં શિક્ષકોને કોરોના વેક્સિન અપાઈ

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

કોરોનાકાળમાં ડોર ટુ ડોર સર્વેલન્સની મહત્વપૂર્ણ કામગીરી કરનાર પ્રાથમિક શાળાના શિક્ષકોને આજથી કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે જે અન્વયે આજે મોરબી અને હળવદ તાલુકાના શિક્ષકોનું સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન કરાયું હતું.

હાલ સમગ્ર ભારતમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા સરકારી કર્મચારીઓને વેક્સિન મુકવાનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે અમુક લોકો કોવિડ-19 વેક્સિન વિશે ભ્રમણાઓ,અફવાઓ ફેલાવી રહ્યા છે, અમુક લોકોમાં વેક્સિન વિશે ગેરસમજ જોવા મળી રહી છે, ભય જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના કાળમાં ડોર ટુ ડોર સર્વે,સર્વેલન્સની કામગીરીમાં અગ્રેસર રહયા છે એવા મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ આજે સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-19 ની રસી મુકાવી લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઇ ડી.વડસોલાએ વેક્સિન લીધા બાદ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની આડ અસર જોવા મળેલ નથી. વેક્સિનેશન બાદ અડધો કલાક ઓબ્ઝર્વેશનમાં રહ્યા બાદ મોરબી જિલ્લા કેળવણીનો ઇતિહાસ લખવાનું અને તાલીમ આપવાની કામગીરી તેઓ કરી રહ્યા છે અને વેક્સિન લીધી હોવા છતાં કોઈ જ પ્રકારની તકલીફ થયેલ નથી, માટે દરેકે વેક્સિન લઈને આરોગ્ય વિભાગની ટીમને પૂરતો સહયોગ આપવાનો અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *