રિપોર્ટર: જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કરમદી ચિંગરીયા ગ્રામજનો દ્વારા માંગરોળ ડી.વાય.એસ.પી તેમજ માંગરોળના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા હતુ કે ગામમાં અમુક માથાભારે અનુસૂચિત જાતિના લોકો ગામમાં આવેલી દુકાનોમાં પૈસા બાકી રાખીને માલ સામાન લઈ જતા હોય તેમ જ ઉધારી થઈ જાય તો દુકાનદારો લેણી રકમની ઉઘરાણી કરે તો તેઓને એટ્રોસીટીની ફરિયાદ કરવાની અને ધાક ધમકીઓ આપે છે તેમજ ઉધારીનો માલ સામાન આપવાનીના પાડવામાં આવે તો પણ એટ્રોસીટીની ફરિયાદ કરવાની ધાક ધમકી આપે છે અને બળજબરીથી વેપારીઓને પૈસા વિના માલ આપવાની ફરજ પડે છે આવા લોકો દુકાનદારોને અવાર-નવાર હેરાન પરેશાન કરે છે. ગામમાં અન્ય રહીશો પણ મજુરી અને ખેતી કરીને પોતાનો જીવન નિર્વાહ કરે છે ત્યારે આવા અમુક માથાભારે લોકોને કારણે ખોટી ફરિયાદોને કારણે હેરાન થવું પડે છે. આ એટ્રોસીટીની ફરિયાદ કરતા આ બાબતે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. જેથી કરમદી ચિંગરીયાના સરપંચ હિતેશ સગરકાની આગેવાની હેઢળ ગ્રામજનો દ્વારા આજે માંગરોળ ડી.વાય.એસ.પી તેમજ માંગરોળના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.