રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા
શહેરા તાલુકાના દલવાડા ગામના કૃષ્ણ ફળિયામાં રહેતા ૬૭ વર્ષીય ચણાભાઈ ભલાભાઈ પટેલ અસ્થિર મગજના હોવાથી ગત 2જી જાન્યુઆરીએ સાંજના સમયે ઘરેથી તેઓના ભત્રીજાને કંઇ પણ કહ્યા વગર ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા જેને લઈને તેઓના ભત્રીજા દ્વારા ફળિયામાં તેમજ આસપાસના વિસ્તારમાં તેઓની શોધખોળ કરતા ચણાભાઈ ક્યાંયે મળી આવ્યા ન હતા,જેથી તેઓના કાકા ચણાભાઈ ગુમ થયા હોવાની જાણ શહેરા પોલીસ મથકે કરવામાં આવી હતી, ત્યારે આજરોજ વહેલી સવારે ગુમ થયેલ દલવાડા ગામના અસ્થિર મગજના ચણાભાઈ પટેલની લાશ ગામમાં આવેલ તળાવમાં તરતી જોવા મળતા પરિવારજનો અને સ્થાનિક લોકોએ શહેરા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતક ચણાભાઈની લાશને તળાવમાંથી બહાર કઢાવી શહેરા ખાતે પી.એમ માટે મોકલી આપી હતી.