દિવ પાસે અરબી સમુદ્રમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ.

Latest Rajkot

સૌરાષ્ટ્રમાં રાજકોટ,પોરબંદર,જામનગર,ગીર સોમનાથ,અમરેલી સહિતના સ્થળે વારંવાર નોંધપાત્ર તીવ્રતાના ભૂકંપો નોંધાતા રહ્યા છે તેની સાથે સૌરાષ્ટ્રના દરિયાની ધરતીમાં પણ ફોલ્ટ્સ સક્રિય બનતી રહે છે. આજે વર્ષો બાદ દિવ પાસેના અને દિવ અને મુંબઈ વચ્ચેના મધદરિયે સવારે 11.16 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.આ ભૂકંપ બિંદુ ઉનાથી દક્ષિણે 103 કિ.મી.દૂર દક્ષિણે અરબી સમુદ્રની ભૂસપાટીથી માત્ર 1 કિ.મી. ઉંડે  19.917 અક્ષાંસ અને 71.269 રેખાંશ પર ઉદભવ્યો હોવાનું સીસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરમાં નોંધાયું છે.આ પહેલા તા. 2-1-2019ના ઉનાથી 38  કિ.મી.ના અંતરે એ જ દિશામાં દક્ષિણે પણ વણાંકબારા પાસેના દરિયામાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જ્યારે તા. 9-5-2020ના માંગરોળથી 40 કિ.મી.ના અંતરે આ જ દરિયામાં 4.0ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. આ ઉપરાંત ઓછી તીવ્રતાના કંપન વારંવાર આવતા હોવાનું અનુમાન છે. ઉના શહેરમાં આ પહેલા તા.17-5-2021 ઉના શહેરમાં 4.5ની  તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો અને તલાલા ગીર પંથકમાં ઉપરાઉપરી આંચકાએ અગાઉ ફફડાટ ફેલાવ્યો હતો. આમ, આ પંથકની ધરતીમાં કોઈ ફોલ્ટલાઈન અથવા ફોલ્ટ્સ સક્રિય હોવાનું અનુમાન છે.  બીજી તરફ, ધરતીકંપમાં સૌથી પ્રભાવિત ઝોન-5માં આવતા કચ્છમાં ભૂકંપનો સિલસિલો જારી છે. ચાલુ એપ્રિલ માસમાં માત્ર 20 દિવસમાં (1) તા.3ના રાપરથી 23 કિ.મી.ના અંતરે 3.0 (2) તા. 10ના રાપરથી 1 કિ.મી. અંતરે 3.2, (૩) તા. 14ના દુધઈથી 2- કિ.મી.ના અંતરે 3.4ની તીવ્રતા અને (4) ગત તા. 18ના રાપરથી 18 કિ.મી.ના અંતરે 3.3ની તીવ્રતાના એમ ચાર ભૂકંપ નોંધાયા છે જેમાં 3 રાપર પંથકમાં છે. જો કે, આ ધરતીકંપો જમીનની ઉપરી સપાટીએ નોંધાયેલા છે.  23 કિ.મી.ના અંતરે 3.0 (2) તા. 10ના રાપરથી 1 કિ.મી. અંતરે 3.2, (૩) તા. 14ના દુધઈથી 20 કિ.મી.ના અંતરે 3.4ની તીવ્રતા અને (૪) ગત તા. 18ના રાપરથી 18 કિ.મી.ના અંતરે 3.3ની તીવ્રતાના એમ ચાર ભૂકંપ નોંધાયા છે જેમાં 3 રાપર પંથકમાં છે. જો કે, આ ધરતીકંપો જમીનની ઉપરી સપાટીએ નોંધાયેલા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *