નર્મદા: આદિવાસીઓ પર અત્યાચાર કરનાર અધિકારીને સસ્પેન્ડ કરો: શક્તિસિંહ ગોહિલ

Latest Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓ પર અત્યાચાર મામલે કોંગ્રેસ લાલઘુમ: માનવ અધિકાર પંચ, મહિલા આયોગ અને આદિજાતિ આયોગમાં કરી રજુઆત

લોકડાઉન વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના છ ગામના આદિવાસીઓની મુશ્કેલી વધી સર્વે અને ફેનસિંગ કરવાથી છેલ્લા 20 દિવસથી પોતાની જમીનો બચાવવા ઝઝૂમી રહેલા સ્થાનિક આદિવાસીઓ એકલા હાથે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી રહ્યા છે.ત્યારે આ મુદ્દો હવે કોંગ્રેસે પકડયો છે અને આ 6 ગામ સહિત 19 ગામના ગ્રામજનોની પડખે ઉભા રહી તેમની સાથે લડતમાં ઉતર્યા છે.કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો ઝડપી દિલ્હી સુધી ગજવ્યો અને સોસીયલ મીડિયામાં ભાજપ સરકાર વિરુદ્ધ તેમની કામગીરી વિરુદ્ધ લખી વધુ એક વિવાદ ઉભો થયો છે.

રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે સોસીયલ મીડિયામાં જાહેર લખ્યું છે કે એક તરફ કોરોના વાઈરસથી સમગ્ર દેશ પરેશાન છે અને લોકડાઉન અમલમાં છે તેવા સમયે કેવડીયા કોલોનીમાં પોલીસની બળજબરીથી આદિવાસી ભાઈઓ-બહેનો ઉપર અત્યાચાર કરીને તેમને તેઓના રહેઠાણથી ભગાડવાની અને જમીન ખાલી કરવાની વિડીયો જોઈને અત્યંત વ્યથિત છું.આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કરી રહેલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક હાથે કામ લેવામાં આવે અને લોકડાઉનના સમયે જમીનો ખાલી કરવાનો નિર્ણય કેમ થઈ શકે ? આ નિર્ણય કરનાર સામે પણ પગલા ભરવામાં આવે.

આ આદિવાસી પરિવારોનો વનસંપત્તિ પર આદિવાસીના અધિકાર કાયદા નીચે અધિકાર છે.જો સરકારને જમીનની જરૂર હોય તો જમીન સંપાદન બળથી કે અત્યાચારથી ન જ કરી શકાય. આ માટે કોંગ્રેસની કેન્દ્ર સરકારે બનાવેલ જમીન મેળવવવા માટેની પ્રક્રિયા અને પૂરતા વળતર પછી સમજણ થાય તો જ જમીન મેળવવી જોઈએ.હાલ લોકડાઉનના સમયે આદિવાસી પરિવારો ઉપર અત્યાચાર કરીને જે ફીન્સિંગનું કામ કરવામાં આવી રહ્યું છે તે તાત્કાલિક રોકાવવું જોઈએ.માનવ અધિકારપંચ અને મહિલા આયોગને અનુરોધ છે કે,આ વીડીયો જે પ્રાપ્ત થયેલ છે તેમાં મહિલાઓ સહિત આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યાનો પુરાવો હોવાથી જવાબદારની સામે કડક પગલા ભરવામાં આવે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *