રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
ભારત પાકિસ્તાન યુધ્ધ 1971 ના વીર શહીદ વનરાજસિંહ ઝાલાની 50 મી પુણ્યતિથિ નિમિત્તે કોયબા ગામ ખાતે કથા અને પ્રસાદનુ આયોજન ઝાલા પરિવાર અને કોયબા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતુ જેમા ગામના રહીશો તેમજ ધારાસભ્ય પરસોતમ સાબરિયા,ધર્મેન્દ્રસિંહ ઝાલા, રવજીભાઈ,કેતનભાઈ દવે સહીતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.
1971 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતુ જેમા હળવદના કોયબા ગામના વીર શહીદ વનરાજસિંહ હાલુભા ઝાલા ૧૯ વષૅની નાની વયે કાશમીર મોરચે લડાઈ કરવા મેદાને ઉતર્યા હતા ભીસણ યુધ્ધમાં અનેક દુશમનોનો ખાતમોકરી આગળ વધી રહ્યા હતા તે દરમીયાન છુપા પાકિસ્તાની બંકર માથી અંધાધુંધ ફાઇરીગં થયુ જેમા વનરાજસિંહ ના દેહની આરપાર ચાર ચાર ગોળીઓ ધરબાય ગય લોહી નીતરતા શરીરે સિંહ ગજૅના કરી હાથમા હેન્ડગ્રેનેડ બોમ્બ લય દુશ્મનોના બંકર મા કુદકો મારયો ભયંકર વિશફોટ થયો પાકિસ્તાનનુ આખેઆખુ બંકર અને મોટી સખ્યા મા પાકિસ્તાની સૈનીકોને ઉડાવી દીધા જેમા પોતાનો દેહ ગુમાવ્યો અને શહીદ થયા જેની વીરતાને લોકો આજે પણ સન્માનિત કરે છે અને ઝાલાવાડ પથંકના ઇતિહાસના પાને વીર શહીદને આજે પણ યાદ કરવામા આવે છે.