અમરેલી :બગસરા શહેરમાં હાલ કોરોના વાયરસની મહામારીના કારણે વેપારી મહામંડળને ૪૮ કલાકનું બંધનું એલાન આપ્યું.

Amreli
રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા

અમરેલી જિલ્લા કલેક્ટર આઈસ કુમારની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં પણ હાલ કોરોનાવાયરસ ની મહામારીના કારણે શહેરમાં ઓગસ્ટ અને અમાસના નામે લોકો પાસેથી દંડ ઉઘરાવતા અન્વય વેપારી મહામંડળ દ્વારા તેમનો વિરોધ કરીને ૪૮ કલાક નું બંધ નું એલાન આપ્યું છે તારીખ 28 તેમજ ૨૯ના રોજ બગસરા શહેર બંધ રાખવા માટે અપીલ કરાઈ છે તેવું જાહેર બોર્ડ દ્વારા જાણવા મળેલ છે બગસરામાં નગરપાલિકા પોલીસ સ્ટાફ તેમજ મામલતદાર દ્વારા જાહેરમાં માસ્ક ન પહેર્યા હોય તેમજ ગામડેથી આવતાં મોટરસાયકલ વાળાઓને હેરાનગતિ આપી રહ્યા છે જેના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે કોરોનાની મહામારી મા ધંધારોજગાર પડી ભાંગ્યા છે ત્યારે આ કોરોનાની મહામારીમાં દંડ વસુલતા નારાજગી જોવા મળી છે મામલતદાર કચેરીએ વેપારી મહામંડળ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ ના વેપારી ની મીટીંગ મળી હતી તેનું નિરાકરણ ન આવતા આજે જાહેર બોર્ડ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વેપારી મહામંડળ દ્વારા જાહેર બોર્ડ દ્વારા તારીખ 28 -29 ના રોજ બગસરા બંધનું એલાન આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *