બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્ર દ્વારા કોઈ જ અનિયમિતતા કે નાણાકીય ભૂલ થયેલ નથી. વહીવટીતંત્ર દ્વારા તમામ હિસાબો અને રસીદો નિયમ મુજબ જાળવવામાં આવેલ છે અને કોઈ નાણાકીય ઉચાપત કે નાણાકીય નુકશાન થયેલ નથી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓફલાઇન ટિકિટ તેમજ પાર્કિંગની આવકની દૈનિક કલેક્શનની રકમ HDFC બેંક દ્વારા કેવડિયા ખાતેથી લઇને તેમની વડોદરા બ્રાંચમાં જમા કરવામાં આવે છે આ રકમ HDFCબેંકની પોતાની એજન્સી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી સ્વીકારવામાં આવે છે અને તેની રસીદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દૈનિક ધોરણે ઇસ્યુ કરવામાં આવે છે સમયાંતરે નાણાકિય વ્યવહારોનું મેળવણું કરવામાં આવતું હોય છે કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારી અને લોકડાઉનને કારણે હાલમાં જ નાણાકિય હિસાબોનું મેળવણું ચાલુ કરવામાં આવેલ છે.
મુખ્ય વહીવટદારની કચેરી ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવા તમામ નાણાકિય વ્યવહારોની રસીદહોય છે અને તેનું ચાર્ટર્ડ એકાઉટન્ટ દ્વારા ઓડિટ પણ કરવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની રસીદોને આધારે HDFC ને સુપ્રત થયેલી રકમ તથા HDFC દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના બેંક ખાતામાં જમા કરાવેલ રકમનું મેળવણું એસમયાંતરે નિયમિત થતી રૂટીન પ્રક્રિયા છે. મેળવણા બાદ, જો કોઇ તફાવત હોય,તો તે હડફસી બેંકની જવાબદારી છે અને HDFC બેંક દ્વારા તેવી લેખિત બાંહેધરી પણ આપવામાં આવેલ છે.