રિપોર્ટર: વિક્રમ સાંખટ
રાજુલા તાલુકાના બાબરીયાધાર પુલ ઉપર મોટા મોટા ગાબડા પડયા છે મોટી જાનહાનિ ઘટના સર્જાય તેવી શક્યતા. અનેક વખત ધારાસભ્ય તાલુકા પંચાયત સાંસદને રજૂઆત કરવા છતાં આજ દિન સુધીમાં કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી. કોઈ મોટી જાનહાન ઘટના થશે ત્યારે તંત્રની આંખ ખુલશે તેવું લાગી રહ્યું છે. પુલ પર મોટા ખાડા હોવાથી નાના વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
છેલ્લા બે વર્ષથી બાબરીયાધારના પુલ ઉપર ખુબ મોટા ખાડા પડી ગયા છે પણ આજ દિન સુધી ખાડાના રીપેરીંગ કરવામાં આવ્યા નથી ત્યારે આજુબાજુના ગામ લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.