મુસ્લીમ બિરાદરોના પવિત્ર રમઝાન માસને અનુલક્ષીને કાલોલ પોલીસ સ્ટેશન પો.સ.ઈ એલ.એ પરમાર તેમજ પ્રોબેશનલ પો.સ.ઈ કે.એચ કારેણાએ કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબ,પેશ ઈમામ, મસ્જીદના પ્રમુખ સાથે મીટિંગ યોજી હતી. જેમા જણાવ્યુ હતુ કે હાલ ચાલી રહેલી કોરોના મહામારીને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને આ સમયમાં પવિત્ર રમઝાન માસ પણ શરૂ થઇ રહ્યો છે. તો તમામ મુસ્લીમ બિરાદરો ખુદાની બંદગી અદા કરવા મસ્જીદો માં એકત્ર ના થાય પરંતુ પોતાની ઘરે જ રહી ને નમાઝ અદા કરે, લોકડાઉનનું ચુસ્ત પાલન કરે, જાહેર સ્થળો ઉપર એકત્ર ન થાય અને ફ્રૂટ અને શાકભાજીના ફેરીયાઓ વેચાણ પોતાનાં વિસ્તારમાં રહીને કરે તે ખુબજ જરૂરી છે. તથા આવી મહામારીના સમયે તંત્રને સાથ અને સહકાર આપી રમઝાન માસ ઉજવવા જણાવ્યુ હતુ.