ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાની નો લોકડાઉંન દરમિયાન મોટો નિર્ણય

Corona Latest

કેન્દ્ર સરકારના નિયમ અનુસાર દુકાન ખોલી શકાશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાની એ લોકોની મુશ્કેલી તેમજ બેરોજગારી ને ધ્યાનમાં રાખી, દુકાનો આવતી કાલથી ખોલી શકાશે તેવો લીધો મોટો નિર્ણય. સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે માત્ર દુકાનો ખોલી શકાશે, મોલ કોમ્પ્લેક્ષ તેમજ માર્કેટિંગ ને લગતા અન્ય વ્યવસાય બંધ રહેશે. તેમજ માત્ર જે સરકારશ્રી ના જણાવેલ નિયમોનું પાલન કરશે તેઓ જ દુકાનો ખોલી શકશે.

વિજયભાઈ રૂપાની એ ૩ શરતો જણાવી છે, તે નિયમોનું પાલન કરતા લોકો જ માત્ર દુકાનો ખોલી શકશે.


શરત ૧ : જિલ્લા વહીવટી દ્વારા જે એરિયા ને કન્ટેન્ટમેન્ટઝોન એરિયા જાહેર કરવામાં આવ્યો હોય તે વિસ્તાર ની તમામ દુકાનો ખોલી શકાશે નહિ. કન્ટેન્ટમેન્ટઝોન ની બહાર આવતા વિસ્તાર માં જ દુકાનો ખોલી શકાશે.
શરત ૨ : માસ્ક અને સોશ્યિલ
ડિસ્ટનસિંગ નું પાલન કરવું જરૂરી છે.
શરત ૩ : નિયમિત સ્ટાફ કરતા ૫૦ % જ સ્ટાફ થી કામ
ચલાવવું પડશે.

તે ઉપરાંત દુકાનદારો એ કલેક્ટર તેમજ મામલતદાર પાસેથી કોઈ પણ પ્રકારનો પાસ લેવાની જરૂર નથી. માત્ર દુકાન ને લગતા જરૂરી પુરાવા, ઓળખપત્ર પોતાની જોડે રાખવા જણાવ્યું છે.

I.T અને I.T સર્વિસ સાથે જોડાયેલ તમામ ઇન્ડસ્ટ્રીઝ, કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર હોય તો ચાલુ કરી શકાશે.

NFSA દ્વારા જે અનાજ આપવામાં આવે છે, તેવી સસ્તા અનાજની દુકાનો સવારે ૮ વાગ્યા થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખવાંમાં આવશે.

સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની મુદત ૫ વર્ષની હોય છે. જો મુદત પુરી થતી હોય તો ૩માસ સુધી તેને લંબાવવા નો આદેશ સરકાર શ્રી દ્વારા આપવામાં આવ્યો છે. મુદત હવે ૩૧ જુલાઈ પછી લેવાશે. ૩ માસ સુધી કોર્ટ ના આદેશ વિના કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *