બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકા પાસે ના એક ગામે ૨૮ વર્ષ ના વિધવા બહેન રેખાબેન ( નામ બદલેલ છે.) ને તેમના સસરા અને સાસુ માનસિક ત્રાસ આપે છે. અને મારી ઘર માંથી કાઢી મુકવાની ધમકી આપે છે. તેથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરતા રાજપીપળા અભ્યમ રેસ્ક્યુ વાન તત્કાલ સ્થળ પર પહોંચી સાસુ- સસરા,અને વહુનું કાઉન્સલીગ કરી, સમાધાન કરાવ્યું હતું.
નર્મદા તિલકવાડા પાસેના એક ગામની વિધવા બહેનનો ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ આવેલ કે તેમને સાસુ-સસરા માનસિક ત્રાસ આપે છે. ૨ વર્ષ થયાં તેમના પતિ મૃત્યુ પામ્યા છે. તેમના ૨ છોકરા છે. તેમના પતિ એ આત્મહત્યા કરી હતી. જેથી તેમના સાસુ – સસરા મારા છોકરા ને મારી નાખ્યો,આ ઘર માંથી નીકળી જા એવું કહી ને સસરા દારૂ પી ને અપ શબ્દો બોલે છે. અને મારે છે. તેમના સાસુ બીજા વ્યક્તિ જોડે સબંધ રાખે છે. એવા વ્હેમો રાખી હેરાનગતિ કરી,બંને છોકરા અમને આપી ને તારે જયાં જવું હોય ત્યાં જતી રહે. એમ કહીને દરરોજ ત્રાસ આપે છે. ફળિયા માં પણ બધાને કહે કે મારી વહુ વિધવા છે અને બીજા સંબંધ રાખે છે. એને અમારે નથી રાખવી એમ કહીને ઈજ્જત કાઢે છે.જેથી કંટાળી મને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે, ત્યારબાદ તેમના સાસુ – સસરા ને હેલ્પલાઇન ટીમે સમજાવ્યા બાદ હવે પછી સારી રીતે રહેશે તેમ જણાવતા બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવેલ.