રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા
રિપોર્ટર: સંદીપ સેનવા,ગળતેશ્વર
અમદાવાદ ઇન્દોર હાઇવે પર આવેલ મહારાજના મુવાડા ચેક પોસ્ટ પર પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પરમાર અને તેનો વચેટીયો વિનુભાઈ જાલમસિંહ પરમાર મળીને રાત્રે હાઇવે પરથી પસાર થતા વાહનોને રોકીને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે ગેરકાયદેસર રીતે રૂ. ૧૦૦ થી ૧૦૦૦ સુધીની લાંચની માંગણી કરાતી હોવાનું સામે આવ્યું હતું જે બાબતે એસીબી ને જાણ થતા એક જાગૃત નાગરિકનો ડિકોય તરીકે સહકાર મેળવી એસીબી દ્વારા એક ડિકોય ગોઠવવમાં આવી હતી જેમાં વિનુભાઈ ઝાલમસિંહ પરમારે ફરિયાદીની ગાડી રોકી ચેકપોસ્ટ પર ફરજ બજાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પરમારને મળવા માટે જણાવ્યું હતું વિક્રમસિંહે ફરિયાદી પાસે રૂ. ૨૦૦ ની લાંચની માંગણી કરેલી હતી અને તેને શક પડતા તે લાંચની રકમ લઇ ભાગી ગયેલા હતો તેથી સ્થળ પર હાજર રહેલા વિનુભાઈ પરમારની એસીબીએ ધરપકડ કરી હતી આ ઘટનાના સંદર્ભે એસીબીએ બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.