રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કાછીયાવાડ ના કોરોના પોઝિટિવ દર્દીનું મંગળવાર તા.૨૧ જુલાઈ ની મોડી સાંજે કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોય ત્યાં મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર રાજપીપળાના કાછીયાવાડ ખાતે રહેતા ૭૦ વર્ષીય આધેડનું રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. કોરોના પોઝિટિવઆ દર્દીને મંગળવાર તા.૨૧ જુલાઈ ના રોજ મોડી સાંજે દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દી અગાઉથી જ ડાયાબિટીસની બિમારીથી પિડીત હતા તેમજ દવાખાના માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા ત્યારે નબળાઈ પણ હોય સાથે શ્વાસોશ્વાસ ની પ્રક્રિયાથી પણ પિડીત હતા. દવાખાનામાં સારવાર માટે લવાતા દર્દી એકદમ જ કોલેપસ થયા હતા અને સાજે ૭-૩૦ કલાકે તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના પત્નિનું પણ બે દિવસ પહેલા જ તા.૧૯ જુલાઈના રોજ મોત નિપજ્યું હતું. તેઓ પણ કોરોનાની બિમારીથી પિડીત હોવાનું નગરજનોમાં ચર્ચાસ્પદ બન્યું હતું. પત્નિના મોત બાદ ગણતરીના કલાકોમાં જ પતિ નું પણ મોત થયાંનો કોરો હાઉ દરમ્યાન આ પ્રથમ જ બનાવ બનતા નગરજનોમાં ફફડાટ ફેલાયો છે. આ સાથે જ મૃતકના દીકરી તેમજ તેમની ત્રણ પુત્રીઓના પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તા.૨૧ મીના રોજ ચારેયને કોવિડ હોસ્પિટલમાં રાજપીપળા ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ગીચ વસતી ધરાવતો કાછીયાવાડ વિસ્તાર નગરના કોરોના પોઝિટિવ કેસોનું એપિક સેન્ટર લાગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત પણ કાછીયાવાડ ખાતે રહેતા પૂર્વ નાયબ મામલતદાર સહિત તેમના પત્નિનું પણ મોત વડોદરા ખાતે કોરોનાની મહામારી માં થયું હતું ત્યારે આ વિસ્તાર હાલ કોરોના પોઝિટિવ કેસોનું એપિક સેન્ટર બની રહયું હોય સત્વરે યોગ્ય પગલાં જરૂરી હોય તેમ લાગી રહ્યું છે.