રાજ્યવ્યાપી 3271 સ્થળોએ દરોડા, 67 સિરપ વિક્રેતાઓ સકંજામાં..
ખેડામાં સિરપ કાંડ બાદ સફાળી જાગેલ ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં સ્પેશ્યલ ડ્રાઈવ યોજી સીરપ વેચતા લોકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસ દ્વારા સીરપ વેચતા રાજ્યવ્યાપી 3271 સ્થળો પર પોલીસે દરોડા પાડ્યા હતા.
જેમાં ગેરકાયદેસર રીતે સીરપ વેચતા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સીરપ મામલે 12 એફઆઈઆર તથા 92 લોકો સામે જાણવા જોગ ફરિયાદ દાખલ થઈ છે. રાજ્યમાં સિરપ મામલે કુલ 22 આરોપીઓની ધરપકડ તો 391 લોકો સાથે બેઠકો કરવામાં આવી હતી.
- ખેડામાં સિરપનાં કારણે થયેલા મોત મામલે રાજ્યવ્યાપી દરોડા
- 12 એફઆઈઆર તથા 92 જાણવાજોગ ફરિયાદ દાખલ થઈ
- 22 આરોપીઓની ધરપકડ તો 391 લોકો સાથે બેઠકો કરવામાં આવી
કોર્ટે આરોપીઓનાં 10 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા
ખેડાનાં બિલોદરામાં પકડાયેલ બોગસ સિરપ કાંડ મામલે પોલીસ દ્વારા પકડાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. નડીયાદ ગ્રામ્ય પોલીસે આરોપીઓનાં 14 દિવસનાં રિમાન્ડ માંગ્યા હતા. ત્યારે કોર્ટે આરોપીઓનાં 11 ડિસેમ્બર સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે હાલ આ સમગ્ર મામલે એસઆઈટી તપાસ ચલાવી રહી છે. સમગ્ર કેસની એસઓજી પીઆઈ ડી.એન.ચુડાસમા કરી રહ્યા છે.
આરોપી ભાવેશ સેવકાણી ધરાવે છે ગુનાહિત ઈતિહાસ
ખેડાનાં સિરપકાંડમાં આરોપી વિશે અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. જેમાં ભાવેશ સેવકાણી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ભાવે સામે વડોદરા, શહેરા અને રાજકોટમાં પણ ફરિયાદ નોંધાવવા પામી છે.