રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આજ રોજ ભારતીય કિશાન સંઘ ના નેજા હેઠળ મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હાલમાં જૂનાગઢ જિલ્લામાં ખૂબ વધુ વરસાદ પડી ગયો છે જેને લઈ ખેડૂતોના ઉભા પાકને ખૂબ જ નુકસાન થયું છે ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, તલ, મગ, વગેરેનું ઉત્પાદન મળી શકે તેમ નથી જેથી ખેડૂતો ની આર્થીક સ્થિતિ કફોડી બની છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય પેકેજ જાહેર કરવા, ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા, મુખ્યમંત્રી સહાય યોજનામાં ફેરફાર કરી પાક નુકસાની થઈ છે તેને સમાવવા, વેચાણ માટે યાર્ડ માં વ્યવસ્થા કરવા વગેરે મુદ્દે ભારતીય કીશાન સંઘ દ્વારા મામલતદાર મારફતે મુખ્યમંત્રી ને આવેદનપત્ર આપી તાત્કાલીક સર્વે સહાય ચૂકવવા રજુઆત કરી હતી.