રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
અરાવલી પહાડો પર આવેલું જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત નું નંબર વન શક્તિપીઠ છે આ ધામ મા ભક્તો નું ભારે ઘોડાપુર જોવા મળે છે ત્યારે ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત અંબાજી ખાતે રાજકારણમાં ગરમાવો ત્યારે આવી ગયો જ્યારે અંબાજી ગ્રામ પંચાયતના પૂર્વ મહિલા ઉપસરપંચ કલ્પનાબેન પટેલ અને બીજા મહિલા સભ્ય લલીતાબેન પટેલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને અંબાજી ગ્રામ પંચાયમાં ચાલતી લાલીયાવાડીની ગંભીર ફરિયાદ કરી છે અને વારંવાર અરજી કરવા છતાં પણ આ બાબતથી યોગ્ય નિકાલ નહી આવે તો પાલનપુર ખાતે આમરણાંત ઉપવાસ અને આત્મવિલોપન સુધીની ચીમકી ઉચ્ચારી છે. અંબાજી ગ્રામ પંચાયત કચેરીમાં વારંવાર રીટાયર્ડ થયેલા અને ઓછું ભણેલા મખ્ખન સિંહ ચૌહાણ ને કેમ ફરીથી નોકરી પર રાખવામાં આવ્યા છે તેવી ફરિયાદ કરતા અંબાજી ના રાજકારણમા ગરમાવો આવી ગયો છે.
આ અરજીમાં બે મહિલા સભ્યો દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે પંચાયતના આર્થિક હિતો ને નુકસાન, સરકારના પરિપત્રને અવગણીને અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના બહુમતીવાળા સભ્યો ખોટા ઠરાવ કરીને ફરીથી રિટાયર થયેલા કર્મચારીને મલાઈદાર ટેબલ પર રાખે છે અને આ રીટાયર્ડ કર્મચારી સાત ચોપડી સુધી ભણ્યા છે આમ કલ્પનાબેન પટેલ અને લલીતાબેન પટેલ એ ગ્રામ પંચાયતના સભ્યો છે જેમના દ્વારા ૨૪ પાના ના પત્રો જિલ્લા વિકાસ અધિકારીની કચેરી મોકલેલ છે પરંતુ આજદિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને ના છુટકે જો યોગ્ય નિકાલ નહી આવે તો અમો આપની જિલ્લા વિકાસ અધિકારી કચેરી આગળ આમંત્રાનાત ઉપવાસ પર બેસીશું અને જરૂર જણાય તો આત્મ વિલોપન કરતા પણ ખચકાસુ નહિ તેવી ગર્ભિત ધમકી આપી છે, અમો સચ્ચાઈ ની લડત લડી રહ્યા છીએ તેવી અરજી ડીડીઓ કચેરી પર કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે, અંબાજી ખાતે વરસાદી માહોલ વચ્ચે કલ્પના બેન પટેલ ની અરજી થી અંબાજી ની ગ્રામ પંચાયત ની રાજનીતિ મા ભારે ગરમી આવી ગઈ છે.