રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા થી વડલી રોડ તાત્કાલિક રીપેરીંગ કરવા યુવા અગ્રણી આસીફભાઈ કાદરીની પત્ર પાઠવી ને રજુઆત.રાજુલા થી વડલી અને વડલી થી જાજંરડા,અમુલી,બાબરીયાધાર તરફ જતો રસ્તો કે જે રસ્તો સદંતર ભંગાર હાલતમાં થઈ ગયો છે રોડ માં ફુટ થી બે ફુટ ના ખાડા પડી ગયેલા છે ઠેરઠેર પાણી ભરાઈ ગયાહ છે વાહનોને ચલાવવામાં ખુબજ મુશ્કેલી પડી રહી છે સગર્ભા બહેનો તેમજ વુધ્ધ બીમાર માણસો ને આ રસ્તે પસાર થવામાં ખુબજ મુશ્કેલી પડી રહી છે આ રોડ જે ડામર રોડ છે પરંતુ હાલ માં ડામર રોડ કહેવા પુરતો જ છે આ રોડ ને છેલ્લા ધણા સમયથી રીપેરીંગ કરવામાં આવેલ નથી અને આ રજુઆત ને ધ્યાન માં લઇ વહેલી તકે રસ્તો તાત્કાલિક રીપેર કરવા આસીફભાઈ.કાદરી એ માર્ગ અને મકાન વિભાગ તથા લાગતા વળગતા તંત્ર ને પત્ર પાઠવી ને રજુઆત કરી હતી.