રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ શહેરના સતત ધમધમતા એવા ધાગધ્રા રોડ ટચ આવેલા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ગત સોમવાર રાત્રે દારૂ પીને આવેલ ચોર બાઇક ચોરવાનો પ્રયાશ કરી રહયા હતા.પરંતુ એક રહીશ રાત્રે જાગી જતાં અને અન્ય રહીશોને જાણ કરાતાં આ તસ્કરોએ શરૂઆતમાં પથ્થરો ફેંકી પ્રતિકાર કર્યો હતો.પરંતુ છેવટે આ બાઈક જ મૂકી તસ્કરોને ભાગી જવાનો વારો આવ્યો હતો.