રાજ્યમાં નવી પેન્શન યોજનાને સ્થાને જુની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે અમરેલી જિલ્લા પંચાયત રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શનના સંયુક્ત મોરચા તથા રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુન સ્થાપન સંયુક્ત મોરચાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જણાવાયું હતું કે બંધારણની સાતમી અનુસુતિ હેઠળ રાજ્યના વિષયમાં 42માં સ્થાને રાજ્ય દ્વારા ચુકવવામાં આવતા તેમજ એકીકૃત ભંડોળમાંથી ચુકવવામાં આવતા પેન્શનએ રાજ્ય સરકારનો વિષય છે. તેવો ઉલ્લેખ કરાયો છે. કેન્દ્ર સરકાર હસ્તેક્ષેપ કરી શકે નહી. 22 ડિસેમ્બરના રોજ જારી કરાયેલ નવી પેન્શન યોજનાના કેન્દ્ર સરકારના ઠરાવમાં સરકારે નવી પેન્શન યોજના ફરજીયાત પણે સ્વીકારવા જણાવાયું નથી. ત્યારે રાજ્યમાં કર્મચારીઓના કામની કદર કરી નિવૃત થયેલ અને નિવૃત થતા કર્મચારીઓના જીવનમાં સુરક્ષા લાવવા માટે યોગ્ય નિર્ણય કરે તેવી માંગણી છે. રાજ્યમાં નવી પેન્શન યોજનાના સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા તેમણે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.