અમરેલી: ટીંબી માર્કેટીંગ યાર્ડના પ્રમુખ તરીકે ચેતન શિયાળની વરણી કરવામાં આવી.

Amreli
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

ઉપપ્રમુખપદે ગૌતમભાઈ વરૂની બિનહરીફ વરણી.ટીંબી માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની વરણી માટે આજે બેઠક મળી હતી. જેમાં પ્રમુખપદે ચેતનભાઇ શિયાળ અને ઉપપ્રમુખ પદે ગૌતમભાઈ વરૂની બિનહરીફવરણીકરાઈહતી. જાફરાબાદ તાલુકાના ટીંબી માર્કેટિંગયાર્ડના હોદ્દેદારોની વરણી માટે જિલ્લા સબ રજીસ્ટારના અધ્યક્ષ સ્થાને આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી અને ટીંબી માર્કેટિંગ યાર્ડના વર્તમાન પ્રમુખ ચેતનભાઇ શિયાળની બિનહરીફ વરણી કરવામાં આવી હતી આવી જ રીતે ઉપપ્રમુખ તરીકે ગૌતમભાઈ સુરગભાઈ વરુની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આમ ટીંબી માર્કેટિંગ યાર્ડમાં બન્ને બિનહરીફ થતાં માજી ધારાસભ્ય હિરાભાઇ સોલંકી તથા રાજુલા યાર્ડનાપ્રમુખ જીગ્નેશભાઈ પટેલ.ટીંબીના.વેપારી અગ્રણીમાસુમદાદા,જાફરાબાદ ચેમ્બરના પ્રમુખ હર્ષદભાઈ મહેતા.મનુભાઈ વાજા.બોટ એસો.ના પ્રમુખ કનૈયાલાલ સોલંકી વગેરેએ તેંમની આ વરણીને આવકારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *