અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી.

Amreli
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

જાફરાબાદ તાલુકાના ગામો માં બાબરકોટ,વરશરૂપ,ભાકોદર,વઢેરા,કડિયાળી,રોહિસા,વગેરે ગામો માં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસ્યા બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો વરસાદ પડતાની સાથે જ ગામની બજારો તેમજ ખેતરો માં પાણી-પાણી જોવા મળ્યા હતા

જાફરાબાદ તાલુકાના ગામની સ્થાનિક તળાવો માં આવ્યા નવા નીર બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ આવતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી

સારો એવો વરસાદ પડતા ખેતરો માં તેમજ રસ્તાઓ પર પાણી ભરાઈ હતા અને ખેડૂતોમાં પણ ખુશી ની લહેર જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *