રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ શહેરમાં આઠ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસ પહોંચ્યો…
કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસ આઠ નોંધાયાં હતાં જેઓ જુનાગઢ ખાતે સારવાર મેળવી નેગેટિવ રીપોર્ટ આવ્યા બાદ પરત ઘરે આવી ગયા છે ત્યારે છેલ્લા બે દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી છે. કેશોદ તાલુકાનાં સોદરડા ગામે સુરત થી વતનમાં પરિવાર સાથે આવેલા ધર્મેન્દ્રભાઈ મેઘનાથી ને કોરોના વાયરસ નાં લક્ષણો જોવા મળતાં કેશોદ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં વધુ તબિયત ખરાબ થતાં ૧૦૮ દ્વારા જુનાગઢ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જેનો આજે પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. કેશોદ તાલુકાનાં શેરગઢ ગામનો એક કોરોના પોઝિટિવ કેસ ગઈકાલે નોંધાયાં બાદ આજરોજ બીજો કેસ સોંદરડા ગામે નોંધાતાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસ ફેલાતો હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી છે. કેશોદ તાલુકાનાં સોદરડા ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં તંત્ર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવાની કામગીરી હાથ ધરી છે અને કેશોદ બસ સ્ટેન્ડ પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી હતી એ વિસ્તારમાં કન્ટેન્ટમેન્ટ ઝોને જાહેર કરવો કે સેનેટાઈઝ કરીને સંતોષ માનવો એ જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે પછી ખ્યાલ આવશે. કેશોદ શહેર-તાલુકા માં કોરોના મહામારી ડબલ ડીઝીટ માં પહોચી ગયેલ છે ત્યારે કેશોદ વહીવટી તંત્ર દ્વારા દરેક વ્યક્તિને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈન નું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય નાં રેડ ઝોનમાં થી વતનમાં પરત આવતાં વ્યક્તિઓ ને મંજુરી લેવાની જરૂરિયાત ન હોવાથી સંખ્યાબંધ વ્યક્તિઓ આવી રહ્યાં છે ત્યારે સંક્રમણ થી કોરોના વાયરસ ફેલાવાની સંભાવના વધી રહી છે. કેશોદ તાલુકાનાં બે કોરોના પોઝીટીવ કેસ હાલ એકટીવ છે ત્યારે આ આંકડો વધતો અટકાવવા સરકાર સાથે દરેક વ્યક્તિને પણ સચેત રહેવું પડશે.