રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી ખુલ્લેઆમ કરતા નજરે જોવા મળી રહ્યા છે. ત્યારે આઈ.જી.પી સુભાષ ત્રિવેદી સરહદી ભૂજે આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં પણ અને અનેક વાર દારૂના જથ્થા સાથે પકડાય છે. જ્યારે પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ વર્ષથી ઝડપાયેલ ૭૯ લાખનો વિદેશી દારૂનો કોર્ટના આદેશથી બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર.કે સોલંકી ના જણાવ્યા અનુસાર ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન વિદેશી દારૂ સાથે ઝડપાયેલ બુટલેગરો પર કાયદેસરની કાર્યવાહી કરી દારૂના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો. આ જપ્ત કરેલ દારૂ આખરે કોર્ટના આદેશ દ્વારા નાશ કરવાનો આદેશ આપતા આજે પશ્ચિમ પોલીસ સ્ટેશનના નજીક ખુલ્લા મેદાનમાં આશરે ત્રણ ટ્રક જેટલો વિદેશી દારૂ મેદાનમાં ખુલ્લો મૂકી તેના ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જેમાં ડી.વાય.એસપી જનકાત સાહેબ, એસ.ડી.એમ અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર.કે સોલંકીની હાજરીમાં દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈક આકસ્મિક કારણ ન બને તે માટે ફાયર ફાઈટર ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યું હતું.