Latest
હાલોલ GIDCમાં પ્લાસ્ટિક એકમ પર મોટી કાર્યવાહી:ટાસ્કફોર્સે 36 લાખનું મલ્ટી યુઝ પ્લાસ્ટિક જપ્ત કર્યું, એકમ સીલ.
હાલોલ GIDC વિસ્તારમાં મલ્ટી યુઝ પ્લાસ્ટિકના ઝભલા ઉત્પાદન કરતા એક એકમ સામે આજે મોટી કાર્યવાહી કરવામાં આવી. હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરની આગેવાની હેઠળ ટાસ્કફોર્સની ટીમે આ કાર્યવાહી કરી.એકમમાંથી 35 ટન પ્લાસ્ટિકના દાણા અને 5 ટન પ્લાસ્ટિકના ઝભલા મળી કુલ 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ત્યારબાદ એકમને સીલ કરી દેવામાં આવ્યું. આ કાર્યવાહી જિલ્લા […]
કોરોના માહિતી
બ્રેકિંગ ન્યૂઝ : 10ને બદલે હવે 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવાયો, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
ગુજરાતમાં હવે નવા કેસો 25 હજારની નજીક આવી ગયા છે. દિવસ ને દિવસે કેસોમાં 4000થી 5000નો ઉછાળો આવી રહ્યો છે, જેને પગલે સરકાર વધુ કડક નિયંત્રણો લાદે એવી શક્યતા છે. નાઇટ કર્ફ્યૂ સહિતની SOPની 22મીએ મુદત પૂર્ણ થઈ રહી છે, જેને પગલે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળી હતી. કોર કમિટીની આ […]
ચિંતાજનક : ત્રીજી લહેરમાં બાળકોના પાચનતંત્રને નુકસાન કરતો કોરોના
અત્યારે બાળકોમાં ગંભીર સંક્રમણથી શક્યતાઓ ઓછી મલ્ટી સીસ્ટમ ઇન્ફ્લામેટરી સીન્ડ્રોમના કેસ નહીવત પરિવારના સભ્યોમાંથી બાળકોમાં કોરોનાનો ફેલાવ તાજેતરમાં કોરોનાના વધતા વ્યાપની સાથે ભારતે રસીકરણ જુંબેશનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. ત્યારે નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપના ચેરમેન ડો. એન.કે. અરોરાના જણાવ્યા અનુસાર 12 થી 14 વર્ષના બાળકો માટે પણ માર્ચ મહિનાથી રસીકરણ કરી દેવામાં આવશે. હજી […]
PM મોદીએ દેશને સંબોધન કરતા કહ્યું, ઓમિક્રોનના ખતરાને લઈ ડરવાની જરુર નથી, 15થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન અપાશે
પંચમહાલ મીરર ડેસ્ક. દેશમાં એક લાખથી વધુ ICU બેડ, 100 કરોડથી વધુ લોકોને વેક્સિન અપાઈ. વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સંબોધતા તેમને કહ્યું કે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં આપણે સચેત રહેવાની જરૂર છે. PMએ નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી તેમ જણાવી કહ્યું કે લોકોએ સચેત રહેવાની જરૂર છે તેમજ કોવિડના નિયમોનું […]
Travel Tips
Health
ખ્યાતિ બાદ PMJAYને લઈ શેલ્બી હોસ્પિટલ વિવાદમાં આવી:દર્દીના સંબંધીએ કહ્યું- પગના ઓપરેશનમાં બેદરકારીથી મોત થયું, હોસ્પિટલે આક્ષેપોને નકાર્યા.
અમદાવાદના નરોડા વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલમાં 8 નવેમ્બર 2024ના રોજ ગીર ગઢડાના એક વૃદ્ધ પગમાં તકલીફ થતાં PMJAY કાર્ડ હેઠળ સારવાર માટે દાખલ થયા હતા. 12 ડિસેમ્બરના રોજ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઇને પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે વૃદ્ધનાં લિવર અને કિડની ખરાબ થઈ ગયાં અને મગજનો લકવો […]
રાજપીપળા ટેકરા ફળિયા માં ભોજન લીધા બાદ કેટલાક લોકો ને ઝાડા, ઉલટી ની ફરિયાદ
અંકુર ઋષિ : નર્મદા રાજપીપળા ના ટેકરા ફળિયામાં આજે લગ્ન માં જમણવાર હોય જેમાં સ્થાનિકો અને અન્ય લોકો ભોજન માટે ગયા હતા જે પૈકી કેટલાક લોકો ને ઝાડા, ઉલટી (ડાયરિયા) ની ફરિયાદ ઉઠતા આ તમામ હાલ ડો.નીરવ ગાંધી ના ક્લિનિક પર અને રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.ડો નીરવ ગાંધી જાણ […]
પોલિયો રસીકરણ અભિયાન / પંચમહાલ જિલ્લાના કાલોલ તાલકાના ૧૨૭ બુથ પર બાળકોને ‘ દો બુંદ જિંદગી કા ‘ ટીપા અપાયા,.
|| પંચમહાલ મિરર ડેસ્ક. || પાંચ વર્ષ સુધીના બાળકોને કેમ પીવડાવવામાં આવે છે પોલિયો, માત્ર બે ટીપાં જ કેમ છે જરૂરી.. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વૈશ્વિક પોલિયો નાબૂદીના પ્રયાસના પરિણામે ભારતે 1995માં પલ્સ પોલિયો રસીકરણ (PPI) કાર્યક્રમ શરૂ કર્યો હતો. ગુજરાતમાં શરૂ થયેલી આ ત્રિ-દિવસીય ઝુંબેશ કાર્યક્રમ કાલોલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય ની ઉપસ્થિતિ માં ખુલ્લો […]
New Technology
જો તમે પણ અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા ખિસ્સા ઢીલા કરવા તૈયાર થઈ જાઓ… સમગ્ર એહવાલ વાંચો.
જો તમે પણ અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા ખિસ્સા ઢીલા કરવા તૈયાર થઈ જાઓ. વાસ્તવમાં, અમેરિકા સોમવાર 1 એપ્રિલના રોજથી H-1B, L-1 અને EB-5 નોન-ઇમિગ્રન્ટ વિઝા ફીમાં વધારો કરવા જઈ રહ્યું છે. નવા નિયમો લાગુ થયા બાદ વિઝા ફીમાં લગભગ 3 ગણો વધારો થવાની ધારણા છે. એટલું જ નહીં આગામી દિવસોમાં વિઝા […]
કોરોના વાઇરસથી ડરાવી પૈસાની કરી માંગ.
સાયબર ક્રિમિનલ્સ હવે કોરોના વાયરસના ડરથી દુનિયાભરના લોકોને શિકાર બનાવી પૈસાની માંગ કરી રહ્યા છે. કેટલીકવાર તેઓ ડબ્લ્યુએચઓ ઓફિસર બનીને છેતરપિંડી કરી રહ્યા છે, તો ક્યારેક કોવિડ -19ના નામ પર બનાવટી વેબસાઇટ બનાવીને લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. હવે તેઓએ એક નવી રીત પણ શોધી કાઢી છે. બ્રિટિશ સુરક્ષા સોફ્ટવેર અને હાર્ડવેર કંપની સોફોસના […]