:: પંચમહાલ મિરર ડેસ્ક ::
નિરાંત વૃદ્ધાશ્રમમાં કેક કટિંગ, રામજી મંદિર ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન..

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે ગોધરામાં આયુષ શાખા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમિયોપેથીના જનક ડૉ. સેમ્યુઅલ હનેમાનના જન્મદિવસની ઉજવણી નિરાંત વૃદ્ધાશ્રમ ખાતે કરવામાં આવી હતી. નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં પાલિકા ના આજ વિસ્તાર ના કોર્પોરેટર, અગ્રણીઓ અને ખાનગી તબીબોએ હાજરી આપી હતી. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય અલ્કેશ ગેલોતના માર્ગદર્શન હેઠળ આગામી સપ્તાહમાં જિલ્લાના વિવિધ સ્થળોએ વધુ 6 નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવશે.
આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં હોમિયોપેથી ઉપચાર પદ્ધતિ અંગે જાગૃતિ લાવવાનો છે. આયુષ શાખા હેઠળ કાર્યરત તમામ આયુર્વેદ અને હોમિયોપેથી મેડિકલ ઓફિસરોએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

