એડિટર: ધર્મેશ વિનુભાઇ પંચાલ
હાલોલ ધારાસભ્ય સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા.
હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલા મા મોટર્સ શોરૂમના હોલ ખાતે રવિવારે સવારે શ્રી વિશ્વકર્મા વંશી સેના ગુજરાત પ્રદેશની બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે વિશેષ હાજરી આપી હતી.




શ્રી વિશ્વકર્મા વંશી સેના દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યોને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે બિરદાવી તમામ હોદ્દેદારો અને સમાજના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.


આ પ્રસંગે તેઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ જન કલ્યાણકારી યોજનાઓથી પણ ઉપસ્થિત સૌ કોઈને માહિતગાર કર્યા હતા .






શ્રી વિશ્વકર્મા વંશી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પ્રવીણભાઈ પંચાલ (માં મોટર્સ વાળા) દ્વારા પણ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું જ્યારે અન્ય હોદ્દેદારોએ પણ પોતાની વાતો મૂકી હતી જેમાં આજની આ બેઠકમાં અતિથિ વિશેષ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ તેમજ શ્રી વિશ્વકર્મા વંશી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રવીણભાઈ પંચાલ (માં મોટર્સ વાળા) મહામંત્રી હેમેશભાઈ પંચાલ, નાણામંત્રી સતિષભાઈ પંચાલ, તેમજ ટ્રસ્ટ હિતેશભાઈ પંચાલ અને દિગીસભાઈ પંચાલ સહિત વિશ્વકર્મા વંશી સેનાના અન્ય હોદ્દેદારો કાર્યકર્તાઓ સહિત પંચાલ સમાજના અગ્રણીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શ્રી વિશ્વકર્મા વંશી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રવીણભાઈ પંચાલ સહિત અન્ય હોદ્દેદારોએ સફળતાપૂર્વક કર્યું હતું.
