સાયબર ક્રિમિનલ્સ હવે કોરોના વાયરસના ડરથી દુનિયાભરના લોકોને શિકાર બનાવી પૈસાની માંગ કરી રહ્યા છે. કેટલીકવાર તેઓ ડબ્લ્યુએચઓ ઓફિસર બનીને છેતરપિંડી કરી રહ્યા છે, તો ક્યારેક કોવિડ -19ના નામ પર બનાવટી વેબસાઇટ બનાવીને લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. હવે તેઓએ એક નવી રીત પણ શોધી કાઢી છે. બ્રિટિશ સુરક્ષા સોફ્ટવેર અને હાર્ડવેર કંપની સોફોસના અહેવાલ મુજબ, સાયબર ક્રિમિનલ્સ એક ધમકીભર્યો ઈ-મેલ મોકલી રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો વપરાશકર્તાએ તેમને પૈસા ચુકવશે નહીં, તો તેઓ કોરોના વાયરસથી વપરાશકર્તાના પરિવારના કોઈપણ સભ્યને ચેપ લગાડશે. તે ઉપરાંત તે વપરાશકર્તા ની કેટલીક માહિતી અને તસવીરો તેના પરિવાર અને દુનિયાભરના લોકો ને મોકલશે. સાઇબર ક્રિમિનલ્સ ઇમેલ મોકલીને 4000 ડૉલર બિટકોઇન તરીકે માંગી રહ્યા છે. ઇમેલમાં યૂઝર્સને તેમના જૂના પાસવર્ડ પણ બતાવવામાં આવી રહ્યો છે. છેતરપિંડી કરનારાઓ દાવો કરે છે કે, તેઓ વપરાશકર્તાના બધા પાસવર્ડો જાણે છે. અને તેઓ લાંબા સમયથી વપરાશકર્તાની દેખરેખ રાખે છે.
તમારી પાસે આ પ્રકારના ઇમેલ આવે તો શું કરવું?
જો તમારી પાસે આ પ્રકારનો કોઇ ઇમેલ આવે છે. તો તમારે જરા પણ ડરવાની જરૂર નથી. ગત કેટલાક વર્ષોમાં હોઇ શકે છે કે તમારો પાસવર્ડ લીક થયો હોય. Sophosve ના પ્રીંસિપલ રિસર્ચ સાઇંટિસ્ટ પોલ ડકલિને કહ્યુ, કોઇ પૈસા ના મોકલે. આ તમામ વસ્તુ ખોટી છે. તેમની પાસે કોઇ ડેટા નથી. જો તમે પૈસા આપો છો તો તમે તેમને રૂપિયા આપી રહ્યા છો.