ચાઈનીઝ ટેક કંપની ‘વિવો V 19’ ફોનનાં લોન્ચિંગની તૈયારીમાં છે. ભારતમાં ફોનનું લોન્ચિંગ 26 માર્ચે લોન્ચ થશે. કંપનીએ ટ્વિટર પર ટીઝર પેજ રિલીઝ કરી માહિતી આપી છે. આ અગાઉ મલેશિયાના ટ્વિટર પર પણ ફોનનું ટીઝર રિલીઝ થયું હતું.
ટીઝર પેજ મુજબ ફોનનાં સ્પેસિફિકેશન
ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ અને ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા મળશે. ફ્રન્ટ કેમેરા ફોનની ટોપ જમણી બાજુએ આપવામાં આવશે. રિઅર કેમેરા સેટઅપ લંબચોરસ આકારમાં મળશે. ફોની જમણી બાજુએ પાવર અને વોલ્યુમ બટન મળશે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે. ફોનનાં બ્લેક અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનમાં 32MP+8MP ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા મળશે. સાથે જ ફોનમાં 48MP પ્રાઈમરી કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે. આ સેટઅપમા 8MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 2MPનો બોકેહ અને મેક્રો લેન્સ મળી શકે છે.
ફોનમાં 5000 mAhની બેટરી અને 6.2 ઈંચની સ્ક્રીન મળી શકે છે. ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળી શકે છે. 5Gના ટ્રેન્ડમાં વિવો પણ આ ફોનથી એન્ટ્રી મારે તેવી શક્યતા છે