રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
આજરોજ રાજપીપળાના મેઇન રોડ પર પબ્લિક દ્વારા સ્થાપવામાં આવેલ શાકમાર્કેટ લારી ગલ્લા પોલીસ દ્વારા હટાવવામાં આવ્યા તેનું એક જ કારણ હતું કે રાજપીપળાના જાહેર માર્ગ પર જ્યારેએ વિસ્તાર કોર્ડન કરી રેડ ઝોન જાહેર કર્યો હોય અને એ જ માર્ગની બાજુમાં જ જો પથારા લારી-ગલ્લા અને શાક માર્કેટ ભરાતું હોય તે જોખમરૂપ હોવાથી નર્મદા પોલીસમાં સિંઘમ એવા પી.એસ.આઇ પાઠક સાહેબ દ્વારા આ તમામે તમામ લારી ગલ્લાઓ ને દૂર કરી ને એમને રાજપીપળા પબ્લિક ગાર્ડનની સામે જગ્યા આપી દીધી હતી અને ત્યાં જઈ ધંધો કરવાનું કહેવામાં આવ્યું હતું પ્રજાના હિત ને ધ્યાન પર લઈ પોલીસ પ્રશાસન દ્વારા પબ્લિકને આગળ રોગચાળો વધુ ફેલાય નહીં તે અટકે એ હેતુથી જ આ કાર્ય કરવામાં આવેલ હતું ને જે રેડ ઝોન જાહેર કરેલ હતો એ વિસ્તારમાંથી લોકો અહીં માર્કેટમાં જ ધંધો કરવા માટે આવતા હોવાની બૂમ આવતા પોલીસ પ્રશાસને આ કાર્યવાહી કરેલ હતી ખરેખર આ જવાબદારી રાજપીપળા નગરપાલિકાની હતી તે જવાબદારીઓ પોતે ના નિભાવતા આ કાર્યવાહી પોલીસ પ્રશાસન દ્વારા કરવા પર મજબુર થઇ હતી.