રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત થતાં વરસાદ સારો વરસ્યો હતો ત્યારબાદ વરસાદે લાંબો વિરામ લેતા અસહ્ય ગરમીથી લોકો ત્રસ્ત બન્યા હતા ઉપરાંત નર્મદા ના ધરતીપુત્રો પણ ચિંતામાં મુકાયા હતા કેટલાક આદિવાસી વિસ્તારો માં મેઘરાજા ને રીઝવવા પરંપરાગત રીતરિવાજ મુજબ પ્રયાસો પણ કરાયા હતા.
ગુરુવાર મોડીરાત થી નર્મદા જિલ્લામાં મેઘરાજા એ પધરામણી કરી છે ત્યારે સમગ્ર વિસ્તાર માં ઠંડક પ્રસરી હતી સાથે સાથે ધરતીપુત્રો પણ આનંદમય બન્યા છે નર્મદા જિલ્લાના તાલુકાઓની વાત કરીએ તો ગરુડેશ્વર તાલુકામાં ૧૮ મિમી, ડેડીયાપાડા ૨૦ મિમી, તિલકવાળા ૮ મિમી , નાંદોદ ૮ મિમી, સાગબારા તાલુકામા ૩૦ મિમી સાથે જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે ગતવર્ષની સરખામણી માં લગભગ અત્યાર સુધી જિલ્લામાં સરેરાશ ૩૩ % જેટલો જ વરસાદ નોંધાયો છે.