રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ ના અધિકારી ડો.સાલવી ના જણાવ્યા અનુસાર રાધનપુર શહેરની હરે કૃષ્ણા સોસાયટીમાં વધુ ચાર નવા કોરોના પોઝિટિવ કેસ આવવા પામ્યા છે શહેરમાં અત્યાર સુધી ૩૪ થી વધુ કેસ માત્ર રાધનપુરમાં જ આવી ચુક્યા છે ત્યારે એકજ સોસાયટી માં ચાર વ્યક્તિઓ પોઝિટિવ થતા લોકોની ચિંતામાં વધારો થયો છે રાધનપુરની હરે કૃષ્ણા સોસાયટીમાં એક જ પરિવારમાં ચાર કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ દ્વારા સોસાયટીમાં સૅનેટાઇઝ કરવાની કામગીરી કરવામાં આવી છે.