રિપોર્ટર: રણજીતસિંહ જાદવ
પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી અને શંખેશ્વરમા રીલાયન્શ ફાઉન્ડેશન દ્વારા ઘણા સમયથી છેવાડા ગામ સુધી પહોંચી અવનવા માધ્યમોથી ગ્રામ વિકાસના કાર્યો કરવામા આવી રહ્યા છે. તાજેતરમા કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે રીલાયન્શ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા પોતાના કાર્ય વિસ્તારના ગામો સાથે સંપર્કમા રહી સ્વ સહાય જુથના આગેવાનો સાથે રાષ્ટ્રીય મહિલા આયોગ દિલ્હી, મહિલા અને બાળ વિકાસ વિભાગ પાટણ તથા તાલુકા પંચાયત સાથે સંકલન કરી ડાયલ આઉટના માધ્યમથી ઘરેલુ હિંસા-અધિનિયમ તથા મહિલાલક્ષી યોજનાઓથી માહિતગાર કરવામા આવ્યા.
આયોજિત ડાયલ આઉટમા રાષ્ટ્રીય મહિલા આયોગ દિલ્હીના સભ્ય માનનીય ડો.શ્રી રાજુલબેન દેસાઇ દ્વારા કોરોના -૧૯ અંગેની સાવચેતીની માહિતગાર કર્યા ત્યારબાદ સ્વ સહાય જુથની બેનો પોતાના ગામમાં ગૌરવભેર જીવન જીવી શકે તથા ગામની અન્ય કોઇ બેનોને કોઇ તકલીફ હોય તો તેના માટે વિવિધ કાનુની જોગવાઇની ખુબ જ વિગતેથી સમજ આપી હતી આ ઉપરાંત રાજુલબેને ઘરેલુ હિંસા શુ છે અને તેના પાંચ પ્રકારોજેમા શારીરિક હિંસા, માનસિક હિંસા, આર્થિકહિંસા, જાતિય હિંસા અને શાબ્દિક હિંસા વિશે માહિતી આપી હતી. ૧૮૧ અભયમહેલ્પ લાઇન કેવી રીતેકામકરે છે તેની સમજ આપી હતી. સમાજના દુષણો પર ભાર આપતા તેમણે જણાવ્યુંકે દિકરીના લગ્ન સમયે દહેજ આપવુ અને લેવુ એ ગુનો છે. દહેજની લાલચમા ઘણી વાર દિકરીઓને ખુબ દુખ સાસરીવાળા આપતા હોય છે. અને દિકરીના માતા-પિતા પાસે દહેજમા કઇ આપવાની તાકાત ના હોવાથી દિકરીને જ્ન્મ લેવા દેતા જ નથી એવી વતો પણ આપણે સાંભળ્યું છે. એટલે એક જાગ્રુત નાગરીક તરીકે ગામમા આવા દુષણને દુર કરવા જોઇએ સાથે સાથે ગામડામા થતા બાળલગ્નો બાબતે જાગૃત કરી તે અટકી સકે તેવા પ્રયત્ન કરવા જોઇએ. રાજુલબેને મહિલાઓને સમાનતા,સલામતી અને ગૌરવભેર જીવન જીવવાના અધિકારની પણ માહિતી આપી હતી.
આ ડાયલ આઉટમા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચનાબેને મહિલાલક્ષી યોજનાઓ જેવી કે બેટી બચાવો બેટી પઢાવો, ગંગા સ્વરૂપ સહાય યોજના અને વ્હાલી દિકરી યોજનાની માહિતી આપી હતી જેમા યોજનાનો લાભ કોને મળે ,ક્યા વિભાગનો સંપર્ક કરવો અને કેટલા રૂપિયા સહાય મળે તેની ખુજ ઝીણવટભરી માહિતીનો સમાવેશ કર્યો હતો.
ત્યારબાદ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીશ્રી રમીલાબેન દ્વારા સ્વધારગ્રુહ યોજના જેમા એવી બેનો કે જેમને અતિશય ત્રાસ સહન કર્યો હોય અને એમને સાસરી કે પિયરમા ના જવુ હોય અથવા તો તેમનો કોઇ આધાર નહોય તેવી બહેનો સ્વધારગ્રુહમા આશરો લઇ શકે છે. તેની બધી વ્યવસ્થા સરકારદ્વારા કરવામાઆવે છે સાથે સાથે એ બેનો ને અલગ અલગ પ્રકારની તાલીમ આપી આર્થિક પગભર કરવામા આવે છે. મહિલાશક્તિ કેંદ્ર યોજના અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેંદ્રો જે પાટણ જિલ્લાના દરેક તાલુકા સ્તરે ઉપલબ્ધ છે તેની માહિતી આપી હતી. સખી વન સ્ટોપ સેંટર અને પોલીસબેઝ સપોર્ટ સેન્ટર કઇ રીતે કામ કરે છે. તેની સમજ આપી હતી અને આનો બહેનોમા વધુ પ્રચાર-પ્રસાર થાય તેના પર રમીલાબેને ભાર મુક્યો હતો.
તાલુકા લાઇવલીહુડ મેનેજર શ્રી મુકેશભાઇ રાવલ દ્વારા મહિલા રોજગારી બાબતે સજીવખેતી કરવા પર ભાર મુક્યો હતો સાથે સાથે સ્વ સહાય જુથના પાંચ આધારસ્તંભની વાત કરી જેમાં નિયમીત મીટિંગ,બચત,ધિરાણ, નિયમિત વસુલાત અને દસ્તાવેજી કરણનો સમાવેશ કર્યો હતો. બહેનો ગામ સ્તરે રોજગારી મેળવીશકે તે માટે મનરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી વ્યવસ્થાપન વિશે સમજ આપી હતી.
નિષ્ણાતોના માર્ગદર્શન બાદ ડાયલ આઉટમા જોડાયેલા જુથના આગેવાનો સાથે પ્રશ્નોત્તરી કરવામા આવી હતી જેના વિષય નિષ્ણાતો દ્વારા સંતોષકારક પ્રત્યુત્તર આપવામા આવ્યા હતા.
અંતમા રીલાયન્શ ફાઉન્ડેશન દ્વારા ડાયલ આઉટમા પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી અને શંખેશ્વર એમ ચાર તાલુકાના જોડાયેલા ૩૨ ગામના ૭૦ સ્વ સહાય જુથના ૧૭૫ આગેવાન બહેનો, મીશન મંગલમ સ્ટાફ, સી આર પી અને વિષય નિષ્ણાતોનો આભાર માની ડાયલ આઉટ પુર્ણ જાહેર કરવામા આવ્યો હતો.રીલાયન્શ ફાઉન્ડેશન દ્વારા સ્વ સહાય જુથના આગેવાનો અને મહિલા મંડળ ડાયલ આઉટ દ્વારા ઘરેલુ હિંસા-અધિનિયમ તથા મહિલાલક્ષી યોજનાઓથી માહિતગાર કરવામા આવ્યા.
પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી અને શંખેશ્વરમા રીલાયન્શ ફાઉન્ડેશન દ્વારા ઘણા સમયથી છેવાડા ગામ સુધી પહોંચી અવનવા માધ્યમોથી ગ્રામ વિકાસના કાર્યો કરવામા આવી રહ્યા છે. તાજેતરમા કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે રીલાયન્શ ફાઉન્ડેશન રાધનપુર દ્વારા પોતાના કાર્ય વિસ્તારના ગામો સાથે સંપર્કમા રહી સ્વ સહાય જુથના આગેવાનો સાથે રાષ્ટ્રીય મહિલા આયોગ દિલ્હી, મહિલા અને બાળ વિકાસ વિભાગ પાટણ તથા તાલુકા પંચાયત સાથે સંકલન કરી ડાયલ આઉટના માધ્યમથી ઘરેલુ હિંસા-અધિનિયમ તથા મહિલાલક્ષી યોજનાઓથી માહિતગાર કરવામા આવ્યા.
આયોજિત ડાયલ આઉટમા રાષ્ટ્રીય મહિલા આયોગ દિલ્હીના સભ્ય માનનીય ડો.શ્રી રાજુલબેન દેસાઇ દ્વારા કોરોના -૧૯ અંગેની સાવચેતીની માહિતગાર કર્યા ત્યારબાદ સ્વ સહાય જુથની બેનો પોતાના ગામમાં ગૌરવભેર જીવન જીવી શકે તથા ગામની અન્ય કોઇ બેનોને કોઇ તકલીફ હોય તો તેના માટે વિવિધ કાનુની જોગવાઇની ખુબ જ વિગતેથી સમજ આપી હતી આ ઉપરાંત રાજુલબેને ઘરેલુ હિંસા શુ છે અને તેના પાંચ પ્રકારોજેમા શારીરિક હિંસા, માનસિક હિંસા, આર્થિકહિંસા, જાતિય હિંસા અને શાબ્દિક હિંસા વિશે માહિતી આપી હતી. ૧૮૧ અભયમહેલ્પ લાઇન કેવી રીતેકામકરે છે તેની સમજ આપી હતી. સમાજના દુષણો પર ભાર આપતા તેમણે જણાવ્યુંકે દિકરીના લગ્ન સમયે દહેજ આપવુ અને લેવુ એ ગુનો છે. દહેજની લાલચમા ઘણી વાર દિકરીઓને ખુબ દુખ સાસરીવાળા આપતા હોય છે. અને દિકરીના માતા-પિતા પાસે દહેજમા કઇ આપવાની તાકાત ના હોવાથી દિકરીને જ્ન્મ લેવા દેતા જ નથી એવી વતો પણ આપણે સાંભળ્યું છે. એટલે એક જાગ્રુત નાગરીક તરીકે ગામમા આવા દુષણને દુર કરવા જોઇએ સાથે સાથે ગામડામા થતા બાળલગ્નો બાબતે જાગૃત કરી તે અટકી સકે તેવા પ્રયત્ન કરવા જોઇએ. રાજુલબેને મહિલાઓને સમાનતા,સલામતી અને ગૌરવભેર જીવન જીવવાના અધિકારની પણ માહિતી આપી હતી.
આ ડાયલ આઉટમા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચનાબેને મહિલાલક્ષી યોજનાઓ જેવી કે બેટી બચાવો બેટી પઢાવો, ગંગા સ્વરૂપ સહાય યોજના અને વ્હાલી દિકરી યોજનાની માહિતી આપી હતી જેમા યોજનાનો લાભ કોને મળે ,ક્યા વિભાગનો સંપર્ક કરવો અને કેટલા રૂપિયા સહાય મળે તેની ખુજ ઝીણવટભરી માહિતીનો સમાવેશ કર્યો હતો.
ત્યારબાદ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીશ્રી રમીલાબેન દ્વારા સ્વધારગ્રુહ યોજના જેમા એવી બેનો કે જેમને અતિશય ત્રાસ સહન કર્યો હોય અને એમને સાસરી કે પિયરમા ના જવુ હોય અથવા તો તેમનો કોઇ આધાર નહોય તેવી બહેનો સ્વધારગ્રુહમા આશરો લઇ શકે છે. તેની બધી વ્યવસ્થા સરકારદ્વારા કરવામાઆવે છે સાથે સાથે એ બેનો ને અલગ અલગ પ્રકારની તાલીમ આપી આર્થિક પગભર કરવામા આવે છે. મહિલાશક્તિ કેંદ્ર યોજના અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેંદ્રો જે પાટણ જિલ્લાના દરેક તાલુકા સ્તરે ઉપલબ્ધ છે તેની માહિતી આપી હતી. સખી વન સ્ટોપ સેંટર અને પોલીસબેઝ સપોર્ટ સેન્ટર કઇ રીતે કામ કરે છે. તેની સમજ આપી હતી અને આનો બહેનોમા વધુ પ્રચાર-પ્રસાર થાય તેના પર રમીલાબેને ભાર મુક્યો હતો.
તાલુકા લાઇવલીહુડ મેનેજર શ્રી મુકેશભાઇ રાવલ દ્વારા મહિલા રોજગારી બાબતે સજીવખેતી કરવા પર ભાર મુક્યો હતો સાથે સાથે સ્વ સહાય જુથના પાંચ આધારસ્તંભની વાત કરી જેમાં નિયમીત મીટિંગ,બચત,ધિરાણ, નિયમિત વસુલાત અને દસ્તાવેજી કરણનો સમાવેશ કર્યો હતો. બહેનો ગામ સ્તરે રોજગારી મેળવીશકે તે માટે મનરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી વ્યવસ્થાપન વિશે સમજ આપી હતી.નિષ્ણાતોના માર્ગદર્શન બાદ ડાયલ આઉટમા જોડાયેલા જુથના આગેવાનો સાથે પ્રશ્નોત્તરી કરવામા આવી હતી જેના વિષય નિષ્ણાતો દ્વારા સંતોષકારક પ્રત્યુત્તર આપવામા આવ્યા હતા.
અંતમા રીલાયન્શ ફાઉન્ડેશન દ્વારા ડાયલ આઉટમા પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી અને શંખેશ્વર એમ ચાર તાલુકાના જોડાયેલા ૩૨ ગામના ૭૦ સ્વ સહાય જુથના ૧૭૫ આગેવાન બહેનો, મીશન મંગલમ સ્ટાફ, સી આર પી અને વિષય નિષ્ણાતોનો આભાર માની ડાયલ આઉટ પુર્ણ જાહેર કરવામા આવ્યો હતો.