રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળામાં અંડરગ્રાઉન્ડ વીજ કેબલ પાથરી નગરજનોને વીજ કંપની દ્વારા વીજળીનો પુરવઠો સપ્લાય કરવાની યોજના છેલ્લા ૪ વર્ષ થી અમલી બનેલ, આ માટે વીજળીના કેબલો અંડરગ્રાઉન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા છતાં યોજનાનો લાભ નગરજનોને ગત રોજથી મળવાનું શરૂ થયુ ! વિલંબ થયો એ માટે જવાબદાર કોણ? રાજપીપળા નગરના સીંધીવાડ, કાછીયાવાડ, સોલંકીવાસ અને પાંજરાપોળ દરબાર રોડના વિસ્તારમાં વીજળીના વારંવાર ફોલ્ટ સર્જાતા આ વિસ્તાર માટે રૂપિયા ૮૦ લાખથી પણ વધુના ખર્ચ વાળી અંડરગ્રાઉન્ડ વીજ કેબલ યોજના લગભગ ૪ વર્ષ પહેલાં શરું કરવામાં આવી હતી. લગભગ નગર ના આ વિસ્તારમાં ૩ કી. મી. જેટલામાં કેબલો અંડરગ્રાઉન્ડ પણ કરી દેવામાં આવેલ છતાં યોજના ટલ્લે ચઢેલ હતી.વારંવાર વીજળી ડુલ થવાની ફરિયાદો ઉઠતી, ફોલ્ટ સર્જાતા અનેક સમસ્યાઓ હતી માત્ર કેબલ જોઇન્ટ જ કરવાની જરૂર હતી તેના માટે ચાર-ચાર વર્ષની રાહ જોવાઈ.
રાજપીપળામાં ૪ વર્ષથી ટલ્લે ચઢેલી અંડરગ્રાઉન્ડ વીજ કેબલની યોજના શરુ કરવાની હતી જેથી ગતરોજ નગરમાં વીજ પુરવઠો બંધ રખાયો હતો, અખબારમાં જાહેરાત કરી હતી કે સમારકામ માટે પુરવઠો બંધ રહેશે જયારે આખુ રાજપીપળા વીજ કંપનીનું તંત્ર નાયબ ઇજનેર એચ.યુ. ભગત આસિસ્ટન્ટ ઇજનેર રોહન પટેલ સહિતનો સ્ટાફ અંડરગ્રાઉન્ડ વીજ કેબલની યોજના કરવામાં લાગ્યુ હતુ,