રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
પાણી ગાંધીજીની પ્રતિમાની આસપાસ ભરાઈ જતા કાદવ કીચડ થી ગંદકી થતા સ્થાનિકોમાં રોષ
તંત્ર દ્વારા આ બાબતે બે દિવસ બાદ પણ કોઈજ પગલાં ન લેવાતા પાણી ના બગાડ સાથે સ્થાનિકો ને હાલાકી
રાજપીપળાના ગાંધી ચોક માં બે દિવસ થી પાણીની લાઈનમાં ભંગાણ થતા રસ્તા પર પાણીનું ખાબોચિયું ભરાઈ રહેતા સ્થાનિક રહીશો તકલીફમાં મુકાયા છે. ત્યારે મહત્વની બાબત એ છે કે નજીક માજ કલેક્ટર કચેરી તેમજ પાછળના ભાગે જિલ્લા પંચાયત કચેરી આવેલા છે અને આ કચેરીઓના અધિકારીઓ પણ આજ માર્ગે જતા આવતા હોવા છતાં બે દિવસ બાદ પણ આ બાબતે તંત્ર દ્વારા કોઈજ કામગીરી કરાઈ નથી. ફક્ત ગાંધી જયંતિ ના દિવસે ગાંધી ચોક અને ગાંધીજીની પ્રતિમાની સફાઈ કરતું પાલીકા તંત્ર પ્રતિમાના વર્તુળની આસપાસ બે દિવસ થી પાણી ભરાઈ રહેવા છતાં કોઈજ કામગીરી કેમ કરતું નથી.હાલ ચાલી રહેલા કોરોના મહામારી વચ્ચે શહેરમાં આ રીતે કીચડ,ગંદકી સ્થાનિકો માટે ખતરારૂપ કહી શકાય છતાં તંત્ર કે અન્ય ઉચ્ચ અધિકારીઓ કેમ આવી બાબતો નજર અંદાજ કરે છે તેવી બુમ સાથે સ્થાનિકો માં રોષ જોવા મળી રહ્યો છે.