રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
વડોદરા ચકાસણી માટે મોકલેલ સેમ્પલ માંથી ૩ પોઝિટિવ જ્યારે ૧૭ દર્દી એન્ટીજન (રેપીડ ટેસ્ટ ) પોઝિટિવ મળી જિલ્લામાં કુલ ૨૦ નવા દર્દી નોંધાયા
નર્મદા જિલ્લામાં કોરોના નું સંક્રમણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે ઉપરાંત નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ રેપીડ ટેસ્ટ પણ શરૂ કરાયાં છે ત્યારે નર્મદા જિલ્લામાં તેમાં પણ ખાસ રાજપીપળા માં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે આજે જિલ્લામાં એકસાથે ૨૦ પોઝિટિવ કેસ નોંધાતા હડકમ્પ મચી જવા પામ્યો છે
નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ.આર.એસ કશ્યપ ના જણાવ્યા મુજબ ગતરોજ ચકાસણી માટે મોકલેલ ૭૨ સેમ્પલ માંથી ૩ દર્દી પોઝિટિવ નોંધાયા છે જેમાં એક દર્દી અમલેથા, એક જીતનગર પોલીસ લાઈન, અને એક રાજપીપળા ના કચ્છીયાવાડ વિસ્તાર ના છે જ્યારે ૨૨ સેમ્પલ માં રીપોર્ટ આવવાના બાકી છે ઉપરાંત એન્ટીજન ટેસ્ટ (રેપીડ ટેસ્ટિંગ ) માં જિલ્લામાં કુલ ૧૭ દર્દી પોઝિટિવ નોંધાયા છે જેમાં રાજપીપળા માં કુલ ૧૪ પોઝિટિવ દર્દી નોંધાયા છે જ્યારે એક દર્દી ભચારવાળા તેમજ બે દર્દી તિલકવાળા તાલુકાના વાઘેલી ગામના નોંધાયા છે.
હાલ ૨૮ દર્દી રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આજે એક દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૦૩ દર્દી સાજા થતા રજા અપાઈ છે ઉપરાંત ૪ દર્દી રીફર કરાયા છે આજે વધુ ૪૨ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે આ સાથે જિલ્લા માં કુલ ૧૩૩ કેસ પોઝિટિવ નોંધાયા છે.