રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
શ્રાવણ માસનાં પ્રારંભની પૂર્વ સંધ્યાએ દક્ષિણ તીર્થસ્થાન ચાંદોદ ખાતે શરૂ થયેલ શ્રાવણિયો જુગાર નો ખેલ પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતીના આધારે ડભોઇના ડી.વાય.એસ.પી કલ્પેશભાઈ સોલંકી અને પી.એસ.આઈ ડી .કે. પંડ્યા તેમજ જાંબાઝસાથી પોલીસ કર્મચારીઓની ટીમે ખારવા પંચની વાડી ઉપર દરોડા પાડી ૪૨ જુગારીઓને ઝડપી પાડયા હતા. અને તેમની પાસેથી ૫૦ હજારની રોકડ ,૧૨ બાઈક, ૪ એકટીવા, ૧ રીક્ષા, ઇકો કાર સહિત ૩૦ જેટલા મોબાઇલ મળી કુલ પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો . ડભોઇ તાલુકાના ખારવા સમાજ પંચની વાડીમાં પોલીસ દ્વારા રેડ પાડતાં નાસભાગ ના દ્રશ્યો સર્જાયા હતા .પોલીસ દ્વારા ભાગી જવાનો પ્રયત્ન કરતાં ૪૨ નબીરાઓને ઝડપી પાડયા હતા. આ બનાવ સમગ્ર તાલુકામાં ચર્ચાસ્પદ બન્યો હતો .મળતી માહિતી મુજબ જુગારીઓ વડોદરા ના હોઇ અને છૂટક મજૂરી તેમજ કલરકામ કરતા હોવાનું જાણવા મળેલ છે . તેઓ દ્વારા સોમવતી અમાસના સ્નાનનો લાભ લેવા આવ્યા હોવાનું પોલીસ પાસે વાહિયાત બચાવ કરાયો હતો. આમ શ્રાવણના પ્રારંભે જ પોલીસ તંત્ર એક્શનમાં આવતાં જુગારના શોખીનો માં ભય ઉભો થવા પામ્યો હતો.