રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નાંદોદ તાલુકા મંડળ ભાજપ દ્વારા રાજપીપળા ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૭૦મો જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરે ઉજવાઈ ગયો તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા 14 થી 20 મી સપ્ટેમ્બર દરમિયાન સેવા સપ્તાહની ઉજવણીનું આયોજન કરાયું છે.જેમાં આજે નાંદોદ તાલુકા મંડળ ભાજપ દ્વારા રાજપીપળા ખાતે આવેલી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મ દિવસ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા વિવિધ સેવા કિય પ્રવૃતિઓ માટે ૧૪ સપ્ટેમ્બર થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન સેવા સપ્તાહ ની ઉજવણી કરી વિવિધ કાર્યક્રમો અને સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સેવા સપ્તાહના પાંચમા દિવસે જિલ્લાના અંતરિયાળ ડેડીયાપાડા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં 55 જેટલા આદિવાસી યુવાનો તથા મોટી સંખ્યા માં બીજેપી કાર્યકરો એ રક્તદાન કર્યું હતું તથા આજે રાજપીપળા ખાતે પણ મોટી સંખ્યા આદિવાસી યુવાનો તથા મોટી સંખ્યામાં બીજેપી કાર્યકરો એ રક્તદાન કર્યું હતું.
રેડક્રોસ નર્મદા ના ચેરમેન એન.બી. મહિડાએ જણાવ્યું કે આ આદિવાસી જિલ્લામાં રક્તદાન અંગે યુવાનો ને ઘણુંજ સમજાવવું પડતું હતું પરંતુ હવે યુવાનોમાં જાગૃતિ આવી છે અને સ્વૈચ્છીક રીતેજ યુવાનો રક્તદાન કરે છે એટલે જિલ્લા માં રક્તદાન અંગે હવે જાગૃતિ આવી છે જયારે નાંદોદ તાલુકા મંડળ ભાજપ ના પ્રમુખ અરવિંદ ભાઈ પટેલએ જણાવ્યું કે આ રક્ત જિલ્લા ના જરયરિયાત વાળા ને કામ લાગશે જે વડાપ્રધાન ને અમારી નાનકડી ભેટ છે.