રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
હાલમાં ડભોઇ નગરમાં અને તાલુકામાં કોરોના નો કહેર સતત વધી રહ્યો છે દિવસે – દિવસે નગરમાં પોઝિટિવ કેસો ની સંખ્યા સતત વધતી જાય છે તેથી પ્રજાજનોમાં ગભરાટનો માહોલ છે. તેવા સમયે ડભોઇ નગરપાલિકાના પ્રમુખ અનુસુયાબેન વસાવા ના પતિ વસાવા કિરીટભાઈ રહે .શક્તિનગર ઉં.૪૦ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો .પણ સાથે નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ શાહ (દાલ) અને વોડૅ.નં ૧ ના પાલિકાના સભ્ય સુનિલભાઈ બેન્કર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આમ નગર પાલિકા તંત્રના અગ્રણી ત્રણ વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પાલિકા તંત્રમાં હડકંપ મચી જવા પામેલ છે. આ સમાચાર આવતા ની સાથે જ આરોગ્ય તંત્ર અને પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું અને અગ્રણીઓના સંપર્કમાં આવનાર કર્મચારીઓના અને નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ ના સેમ્પલો લેવામાં આવ્યા અને સમગ્ર નગરપાલિકા કચેરીને સેનેટાઇઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમાં પાલિકાના સભ્યોમાં હજુ કોઈ રિપોર્ટ પોઝિટિવ આવે તેવી શંકા વ્યક્ત થઈ રહી છે અને જરૂર જણાય પાલિકાની કચેરી ને બંધ કરવાની કાર્યવાહી કરવાનું પણ ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું. તાજેતરમાં ડભોઇના કુંભારવાડામાં રહેતા વયોવૃદ્ધ અને તળાવપૂરા વિસ્તારમાં પણ એક નાગરિકનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે આ સાથે નગરમાં મૃત્યુઆંક વધીને ૧૭ થયો છે આમ એક તરફ સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે અને મૃત્યુના કિસ્સાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. તેથી પ્રજાજનોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે ડભોઇ નગર કોરોનાનું હોટસ્પોટ બની રહયુ છે ત્યારે આરોગ્ય તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંક્રમણ અટકાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.