રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ ૧૨૨ પોઝિટિવ કેસ નોંધાયા
હાલ ૪૩ દર્દીઓ સારવાર હેઠળ
જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૯૩૦ વ્યક્તિઓના કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવ્યા
હોમ ક્વોરોન્ટાઇન હેઠળ ૩૯૬૭ વ્યક્તિઓને રાખવામાં આવ્યા
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી સુ.શ્રી નેહા કુમારી ના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. જિલ્લાના વિરપુરના ૭૪ વર્ષીય પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
અત્યાર સુધીમાં તારીખ ૦૧-૦૬-૨૦૨૦ ના સાંજના ૬ વાગ્યા સુધીમાં જિલ્લામાં કોરોનાના ૧૨૨ કેસ પોઝીટીવ નોધાયેલ છે. જે પૈકી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૭૭ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૨ વ્યક્તિનું મૃત્યુ થયુ છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ ૧૯૩૦ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૩૯૬૭ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે.
જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૩૩ દર્દીઓ હાલ કે.એસ.પી. હોસ્પિટલ ખાતે તેમજ ૭ દર્દી ગોત્રી મેડીકલ કોલેજ ખાતે તેમજ એક દર્દી વડોદરા ખાતેની ટ્રીકલર હોસ્પિટલ તેમજ ૦૧ દર્દીને હોમ આઈસલેશનમાં, એક દર્દી વડોદરા ખાતે આઇસોલેશન વોર્ડ ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝીટીવ આવેલ ૪૩ દર્દીઓ સામાન્ય હાલતમાં છે.