રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામ ખાતે આજરોજ ગુજરાત રાજ્ય આદિવાસી સમાજ સંગઠનના યુવા હોદ્દેદારો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેવડીયા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં સરકાર તથા સરદાર સરોવર નર્મદા નિગમના સ્થાનિક અધિકારીઓ દ્વારા આદિવાસી સમાજ પર થઈ રહેલા અત્યાચારો તેમજ આદિવાસી સમાજના હકોનું હનન કરવામાં આવી રહ્યું છે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા,વાગડિયા,લીમડી,નવાગામ તથા ૧૨ ફળિયાના જરૂરિયાતમંદ ગરીબ લોકો કે જેઓને સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા ખેતી કરવા દેવામાં આવતી નથી તથા આવા લોકોની જમીન પોલીસ બળ વાપરીને પડાવી લેવામાં આવે છે તેવા ગરીબ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જે એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમજ ગ્રામજનોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી તેમજ આદિવાસી સમાજના સંગઠન ને મજબૂત બનાવવા માટેની નેમ લેવામાં આવી હતી જેમાં સૌ ગ્રામજનોએ સૂર પુરાવ્યો હતો.