વડોદરા શહેરમાં લોકડાઉન દરમિયાન પોલીસની માનવતાભરી કામગીરી સામે આવી છે. વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સ્થાનિક લોકોની મદદ લઇને રોજ કમાઇને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકો અને બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને તમામ લોકોને પોતાના ઘરમા જ રહેવા માટે સૂચના આપી હતી.
પોલીસે ભોજન કરાવતા બાળકો ખુશ થઇ ગયા
વડોદરા સહિત રાજ્યભરમાં લોકડાઉનની પરિસ્થિતિ છે, ત્યારે રોજ કમાઇને ખાનારા લોકોનું જીવવુ મુશ્કેલ બની ગયું છે, જેને પગલે વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનના સ્ટાફે ગરીબ લોકો માટે વિચાર કર્યો હતો. અને સ્થાનિક લોકોની મદદ લઇને ગરીબ લોકો અને ખાસ કરીને તેમના બાળકો માટે ભોજન મંગાવ્યું હતું. અને ગોરવા વિસ્તારમાં ભોજનનું વિતરણ કર્યું હતું. ભોજન મળતા જ બાળકો અને તેમના પરિવારજનો ખુશ થઇ ગયા હતા અને પોલીસકર્મીઓનો આભાર માન્યો હતો.