રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
દેડીયાપાડા પોલીસ ને બાતમી મળી હતી કે સુરૈશભાઇ શંકરભાઇ વસાવા રહે-ઝરણાવાડી નો તેના ઘરની બાજુમાં આવેલ ગલીના ભાગે માણસો મજુરીએ રાખી બોમ્બે વરલી મટકાના આંકડઓ લખી લખાવી પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી માહીતી મળતા બાતમીવાળા ઘરે રેઇડ કરતા આંકડા લખનાર (૧) જીતેંદ્રભાઇ ઉર્ફે બિલ્લો અમરસીંગભાઇ વસાવા તથા હિસાબ લેવા આવનાર (૨) ધર્મેદ્રભાઇ રામજીભાઇ વસાવા નાઓ કુલ કિ.રૂ.૧૨૮૨૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૩,૫૦૦/- તથા આંકડા લખેલ સ્લીપ બૂકો-૩ તથા બોલપેન તથા કાર્બન પેપર કિ.રૂ.૦૦- તથા મોટર સાઇકલ નંગ-૨૦,૦૦૦સાથે મળી કુલ કિ.રૂ.૪૬,૪૨૦/- સાથે પકડાઇ ગયેલ તથા હાજર નહી મળી આવનાર અને પોતાના માણસો રાખનાર આકંડા લખવા મુખ્ય આરોપી (3) સાજન ઉર્ફે લાલો શિવાજીભાઇ વસાવા તથા (૪) સુરેશભાઇ શંકરભાઇ વસાવા તથા (૫) મહેંદ્રભાઇ વસાવા જેના પુરા નામ ઠામની ખબર નથી તેઓને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨(અ) મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે પોલીસ અધિક્ષક શ્રી નર્મદા તથા ના.પો.અધિ.શ્રી રાજપીપલા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે વધુમાં વધુ જુગારના/ઇગ્લીશ દારૂની ગે.કા. હેરાફેરી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા દેડીયાપાડા પોલીસ પ્રયત્ન શીલ છે.