રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં હાલ કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ પણ સાબદુ બન્યું છે તાજેતર માં નર્મદા જિલ્લામાં રેપીડ ટેસ્ટ પણ શરૂ કરાયાં છે આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા માં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે.નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ કશ્યપ ના જણાવ્યા મુજબ ગતરોજ ચકાસણી માટે મોકલેલ ૩૧ માંથી ૧૫ ના રિઝલ્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે ૧૬ ના રીપોર્ટ હજી પેન્ડિંગ છે આજે એક દર્દી ને કોરોના ના લક્ષણ જણાતાં કોવિલ હોસ્પિટલ ખાતે ચકાસણી કરતા પોઝિટિવ મળી આવ્યા છે ૬૦ વર્ષીય મહિલા રાજપીપળા ના કસ્બાવાડ વિસ્તાર ના રહેવાસી છે.
નર્મદા જિલ્લા ના રાજપીપળા કોવિલ હોસ્પિટલમાં ૨૦ દર્દી સારવાર હેઠળ છે આજદિન સુધી કુલ ૧૦૨ દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે ઉપરાંત નર્મદા જિલ્લામાં કુલ ૧૨૪ કેસ કોરોનાના નોંધાયા છે આજે વધુ ૫૭ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે નર્મદા જિલ્લા માં ૨૭ વ્યક્તિ ફેસિલિટી કોરેન્ટાઈન માં છે તેમજ ૮૫૬ વ્યક્તિ હોમ કોરેન્ટાઈન માં છે
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગતરોજ સાંજે રાજપીપળા ના કાછીયાવાડ વિસ્તારના ૧૨ જેટલા વ્યક્તિ ઓ નું લિસ્ટ સોશિયલ મીડિયામાં રેપીડ ટેસ્ટ માં પોઝિટિવ આવેલ દર્દીઓ તરીકે ફરતું થયું હતું ત્યારે લોકોના જીવ પડીકે બંધાયા હતા ત્યારે આજે આરોગ્ય ખાતા ના જણાવ્યા મુજબ ફક્ત એકજ પોઝિટિવ દર્દી નોંધાતા લોકો એ હાશકારો અનુભવ્યો છે જોકે હજુ ૧૬ સેમ્પલ ના રિપોર્ટર આવાના બાકી છે.