રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
ડભોઇ શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું તેના મુખ્ય મુદ્દાઓ
- માર્ચ 2020 થી જૂન 2020 સુધીના તમામ લોકોના વીજબિલ માફ કરવામાં આવે
- ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરિવારો ના રહેઠાણ પાણી વેરા અને મિલકતવેરા માફ કરવામાં આવે
- નાના અને મધ્યમ વેપારીઓના ધંધા ના સ્થાનના વેરા માફ કરવામાં આવે
- ખાનગી શાળાઓની આગામી શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે
- લાંબા લોકડાઉંન ના વર્તમાન કપરા સંજોગોમાં કૃષિ ધિરાણની મુદત અને વ્યાજ ભરવા માટે ખેડૂતો પાસે રોકડ રકમની સગવડ નથી ત્યારે સરકાર ધિરાણ પરત કરવાની મુદતમાં વધારો કરવાની સાથે ઓટો રીન્યુઅલ કરી વ્યાજ માફ કરવામાં આવે
આવા મુદ્દાઓ સાથે મામલતદાર શ્રી ને ડભોઇ શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.