રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
આજરોજ જિલ્લા વિકાસ અધકારીની અધ્યક્ષતામાં બોડેલી,અલિખેરવા, ઢોકલીયા અને ચાચક ના અગ્રણીઓ તથા વેપારીઓ ની મીટીંગ મળી હતી. જેમાં બોડેલી વિસ્તારમાં વધતાં જતા કોરોના ના કેસો અંગે ચીંતા વ્યક્ત. કરાઇ હતી. અને એના ઉપાય માટે તથા તમામ. રહેવાસીઓ ની આરોગ્યની તપાસ કરવા માટે શનિવાર તા.૧૮ મી જુલાઈ થી ગુરુવાર તા. ૨૩ મી જુલાઈ સુધી ૬ દિવસ મીની લોકડાઉન નાખવાનું નક્કી કરવામાં આવેલ છે. આ દિવસો દરમિયાન સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ સુધી જીવનજરુરી ચીજ વસ્તુઓ મેડીકલ, દૂધ, શાકભાજી અને અનાજ કરીયાના ની દુકાનો ખુલ્લી રહેશે. એ સીવાય ની તમામ દુકાનો અને કામધંધો બંધ રાખવાનો રહેશે. આ દિવસો દરમ્યાન ડી.ડી.ઓની સૂચના થી આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચકાસણી કરવામાં આવશે દરેક નાગરિકો એ સહકાર આપવા વિનંતી કરી હતી.