રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
હાલ ચાલી રહેલ કોરોના વાઇરસની મહામારીમાં હવે તહેવારોમાં ઉમંગ ઉત્સાહ જતો રહ્યો હોઈ તેમ લાગી રહ્યું હતું નસવાડી ના બજારમાં ભાઈ બહેનના તહેવાર રક્ષાબંધન પર્વ ને લઈ વેપારીઓ મોટી માત્રામાં રાખડી ઓ લાવ્યા હતા પરંતુ રક્ષાબંધનના તેહવાર ને એકજ દિવસ બાકી હોઈ ગ્રાહકો દેખાતા ન હતા પરંતુ આજરોજ ઘરાકી નીકળતા વેપારીઓ મા ખુશી જોવા મળી હતી નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર હોઈ બહેનો રાખડી ખરીદ કરવા જે રીતે કોરોના મહામારી પેહલા હતી તે બહેનો હમણાં બજાર માં જોવા મળી હતી જેને લઇ નસવાડી વેપારી આલમમાં ખુશી છવાઈ ગઈ છે.