રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક પગલાં ભરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના…
કોરોના મહામારી વચ્ચે કેશોદ શહેર-તાલુકા માં એકસાથે નવ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં આંકડો વધીને પાંત્રીસે પહોંચી ગયો છે. આજે કેશોદ શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસ સાત અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેશોદ શહેરમાં અમૃતનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે મહિલા ઉ.વ. ૨૧, શ્રી ટાવર આંબાવાડી પુરુષ ઉ.વ. ૨૬, મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ સુતારવાવ પુરુષ ઉ.વ.૩૨, ૬૬ કે.વી. સબ સ્ટેશન પાસે પુરુષ ઉ.વ. ૨૮,જુના કુંભારવાડા પાસે મહિલા ઉ.વ. ૨૩, પ્રજાપતિ સોસાયટી, એરપોર્ટ રોડ પુરુષ ઉ.વ.૪૧,આલાપ કોલોની, માંગરોળ રોડ મહિલા ઉ.વ.૩૯ , કેશોદ તાલુકાના પાડોદર ગામે પુરુષ ઉ.વ.૬૫,બાલાગામ ગામે મહિલા ઉ.વ.૨૮ નાં કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલા છે. કેશોદ શહેર-તાલુકા માં વધુ નવ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં સ્થિતિ વધું કફોડી બની ગઈ છે
રાજ્ય સરકાર દ્વારા અનલોક-૨ જાહેર કરવામાં આવેલ છે ત્યારે જે ધંધા રોજગાર ચાલું રાખવાની મંજૂરી શરતો અને ગાઈડ લાઈન મુજબ આપવામાં આવી છે જેની ચુસ્તપણે અમલવારી કરાવવાં માં આવતી નથી જેના કારણે સંક્રમણ થી કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. કોવીડ-૧૯ નાં શરૂઆતમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં જીલ્લા નાં અધિકારીઓ દોડી આવતાં હતાં જેનાં પગલે સ્થાનિક તંત્ર દોડતું થતું હતું જ્યારે છેલ્લા અઠવાડિયાથી કેશોદ શહેર-તાલુકા માં કોરોના મહામારી વધી છે ત્યારે જવાબદાર તંત્ર સામાન્ય ઘટના બની હોવાનું માનીને રૂટીન કાર્યવાહી હાથ ધરી સંતોષ માને છે. કેશોદ શહેરમાં બહારગામથી વતનમાં પરત આવતાં વ્યક્તિઓ ને કારણે સંક્રમણ થી કોરોના વાયરસ ફેલાય રહ્યો છે ત્યારે આવાં શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં કે હોમ કવોરન્ટાઈન કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈન ની અમલવારી કે રાત્રીના સમયે લાગું કરવામાં આવેલ કર્ફ્યૂ ની અમલવારી કરાવવાં માં આવતી નથી જેના કારણે કોરોના મહામારી નો કોઈ ડર કે કાયદો અને અનુશાસન નો ડર હોય એવું લાગતું નથી. જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક પગલાં ભરવામાં નહીં આવે તો આવનારાં દિવસોમાં કેશોદ શહેર-તાલુકા માં સ્થિતિ ગંભીર બની જાય તો નવાઈ નહીં.
કેશોદ નગરપાલિકા પ્રમુખ દ્વારા લોકડાઉન લાગું કરવા રજૂઆત કરી…
કેશોદ નગરપાલિકા પ્રમુખ યોગેશભાઈ સાવલીયા દ્વારા જુનાગઢ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસ વધું પ્રમાણમાં નોંધાયાં છે ત્યારે શહેરીજનોની આરોગ્યની દૃષ્ટિએ પગલાં ભરવા ફરીથી લોકડાઉન લાગું કરવામાં આવે એવી માંગ કરી છે ત્યારે કેશોદમાં લોકડાઉન થશે કે કેમ તે જોવાનું રહ્યું છે.