રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
પોલીસ ટીમે માસ્ક ન પહેરનાર 50 વેપારીઓને દંડ ફટકાર્યો.
અનલોક 1માં પણ તમામ ચીજવસ્તુઓનો ધંધો કરતા વેપારીઓએ પોતાના ધંધાના સ્થળે સાવચેતી માટે માસ્ક પહેરી રાખવું ફરજિયાત છે. આ નિયમનો ઉલ્લંઘન કરનાર સામે કડક દંડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે હળવદ અમુક વ્યક્તિ માસ્ક ન પહેરતા હોવાની ફરિયાદ ઉઠતાં પોલિશ ની ટીમે આજે બજાર વિસ્તારમાં ફરીને ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં માસ્ક ન પહેર્યા હોય 50 થી વધુ વ્યકિત ઝપટે ચઢયા હતા.
હળવદ પોલિશ ટીમે આજે માસ્ક પહેર્યા વગર ના લોકો ની ઉપર તવાઇ ઉતારી હતી. જેમાં હળવદ પોલિશ ટીમે હળવદ ની સરા ચોકડી વિસ્તારોમાં ફરીને માસ્ક પહેર્યા વગર ધૂમતા લોકો ની બેદરકારી સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે અને 50 થી વધુ લોકો સામે માસ્ક ન પહેર્યા હોય, આ તમામને નો દંડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને હાલ હળવદ બજારોમાં માસ્ક પહેર્યા વગર બજાર ફરતા લોકો સામે દંડનીય કાર્યવાહી ચાલુ છે.