રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રેંગણ ગામે ગાંજા નો વેપલો કરતા વ્યક્તિ પાસે થી પોલીસે રૂ.ચાર હજાર ની કિંમત ના ૪૦૦ ગ્રામ ગાંજા નો જથ્થો જપ્ત કરી નારકોટીક્સ ધારા મુજબ કાયદેસર કાર્યવાહી કરી
નર્મદા જીલ્લા પોલીસ ના સમગ્ર તંત્ર ને જીલ્લા મા ફેલાયેલી અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર બ્રેક લગાવવા તેમજ નારકોટીક્સ ના કેસો શોધી કાઢવાની કડક સુચના પોલીસ મહાનિરદેશક ગાંધીનગર તરફ થી મળેલ હોય વડોદરા રેન્જ આઇ જી હરિકૃષ્ણ પટેલ તેમજ નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ ના માર્ગદર્શન હેઠળ નર્મદા એસ.ઓ.જી એ તિલકવાડા તાલુકા ના રેંગણ ગામ ખાતે થી ગાંજા ના વેપલા સાથે સંકળાયેલા એક અપંગ આરોપી ને ઝડપી પાડયો હતો.
પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર નર્મદા એસ.ઓ.જી ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.ટી.જાટ સહિત સ્ટાફ ના એ.એસ.આઈ રવિન્દ્રભાઈ જગદીશ ભાઈ,મનોજભાઈ,યોગેશભાઈ,ભરતસિંહ શૈલેન્દ્રભાઈ ને બાતમી મળેલ કે તિલકવાડા તાલુકા ના રેંગણ ગામ ખાતે ના ટેકરાફળીયા ખાતે સુકાભાઇ શનાભાઈ વસાવા નામનો વ્યક્તિ ગાંજા વેચવાનો ગેરકાયદેસર વેપલો કરે છે જેથી પોલીસે છટકું ગોઠવી આરોપી ને ૪૦૦ ગ્રામ ગાંજો કિંમત રુપિયા ૪૦૦૦ સાથે ઝડપી પાડયો હતો.